- SSG હોસ્પિટલમાં મધર્સ ડે ની ઉજવણી કરાઈ
- કોવિડ દર્દીઓએ નર્સિંગની મહિલાઓને ગુલાબનું ફૂલ આપ્યું
- ફરજ બજાવતી નર્સિંગની મહિલાઓને સન્માનિત કરવામાં આવી
- હસી-ખુશીથી જિંદગી વિતાવી શકે તે માટે કરી પ્રાર્થના
વડોદરા: જિલ્લાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. SSG હોસ્પિટલમાં કેટલાય કોરોનાગ્રસ્ત માતાઓ સારવાર લઈ રહી છે. તેઓની સારવારમાં પોતાના બાળકોને પરિવારને બાજુએ રાખી પોતાના જીવની પરવા કર્યા વિના રાત-દિવસ તેઓની સારવાર કરી રહેલી મહિલા ડોક્ટર્સ,નર્સિંગ સ્ટાફ તથા વર્ગ 4ની સફાઈ કર્મચારી બહેનો સતત ખડે-પગે રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જેથી કોવિડ દર્દીઓ સાજા થાય અને તેઓની જીંદગી બચે તેમજ પરિવાર વચ્ચે ઝડપથી સાજા થઇને પહોંચે. હસી-ખુશીથી જિંદગી વિતાવી શકે. આવા પ્રથમ હરોળના મહિલા કોરોના યોદ્ધાઓને SSG હોસ્પિટલ ખાતે આવેલા કોવિડ વોર્ડના દર્દીઓ દ્વારા ગુલાબના ફૂલ આપી મધર્સ ડેની ઉજવણી કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
14 વર્ષોથી વિવિધ વિભાગોમાં 1,500 મહિલાઓ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે
SSG હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના સિનિયર આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.નેહા શાહે જણાવ્યું હતું કે, અમારો પ્રયત્ન એ છે કે અહીંયાથી એ તમામ દર્દીઓ સારા થઈને જશે. એક એવો પોઝિટિવ મેસેજ અમારે તેમને આપવો હતો. કેમ કે અહીંયા તમામ દર્દીઓ તેમના પરિવાર સાથે નથી; તેમના સંતાનો તેમની સાથે નથી; સંતાનની ખોટ પણ સારતી હશે.એક દિવસ પાછા તેઓ પરિવાર પાસે સંતાન પાસે જઈ શકશે. અહીંથી સારા થઈને એવો એક પોઝિટિવ મેસેજ અને દર્દીઓને તેમના સંતાનોની ખોટ ન વર્તાય એના માટે આ પ્રકારની ઉજવણી કરી છે.
આ પણ વાંચો: ડો. પારુલ વડગામા પોતાની 9 વર્ષની બાળકીને છોડીને કરી રહી છે કોરોના દર્દીઓ સેવા
"મા કે પેરો મેં જન્નત હોતી હૈ."
કોવિડ વોર્ડના ઓબ્ઝર્વર ડો.ઓ.બી.બેલીમે જણાવ્યું હતું કે, SSG હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગના ચોથા માળે જ્યાં કોવિડ દર્દીઓ દાખલ છે ત્યાં આવ્યા છે. 9મી મે એટલે કે આપણા ભારત દેશમાં મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મધર એટલે માઁ દુનિયાનો એવો શબ્દ છે કે, એ શબ્દ પડે એટલે બીજા બધાએ શબ્દોની કિંમત ઓછી થઈ જાય છે. સાહિત્યમાં કહેવાયું છે કે, "મા કે પેરો મેં જન્નત હોતી હૈ." એનાથી પણ વધીને એક શાયર એવું કહે છે કે, "માઁ કે કટે હુવે નાખુંન મેં ભી જન્નત હોતી હૈ."એટલે કે માનો કપાયેલો નખ છે તેમાં પણ સ્વર્ગનો નિવાસ હોય છે.
માઁ શબ્દો સામે બીજા કોઈ શબ્દોની કિંમત નથી
માઁ શબ્દો આવે તો એની સામે બીજા કોઈ શબ્દોની કિંમત નથી. મધર્સ ડે SSG હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઉજવવાનું નક્કી કર્યું હતું. છેલ્લા 14 મહિનાથી જોઈ રહ્યા છો કે, SSG હોસ્પિટલમાં 20થી 25 હજાર દર્દીઓની સારવાર કરી ચુક્યા છે. એમાં એવી કેટલી બધી 1500 જેટલી અલગ-અલગ વિભાગોમાં માતાઓ છે. જેમાં ડોકટર હોય,નર્સિંગ સ્ટાફ હોય,કલાસ 3 વર્કર હોય,સ્વીપર હોય,સર્વન્ટ લેવલમાં હોય કે સિક્યુરિટીમાં હોય. જે તમામ અલગ-અલગ વિભાગોમાં અનેક માતાઓ કામ કરી રહી છે અને પૂરા દિલથી ખંતથી મહેનતથી થાક્યા વગર આવી ગંભીર પરિસ્થિતિમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો: 'મા'ની મમતા અને આત્મવિશ્વાસના કારણે મા-દીકરીએ આપી કોરોનાને માત
ખંતથી કામ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી
જે તમામ માતાઓ માટે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. જે આ કોવિડ વોર્ડમાં દર્દીઓ છે તેમણે નક્કી કર્યું કે, જે આ હેલ્થ કેર મધરો છેલ્લા 14 મહિનાથી કામ કરી રહી છે તે તમામને ગુલાબનું ફૂલ આપી સન્માન કર્યું છે. જે કોવિડ દર્દીઓ છે તેમનું મનોબળ વધારવામાં આવ્યું છે અને દર્દીઓએ પણ આ હેલ્થ કેર સ્ટાફ આગળ પણ ખંતથી કામ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.