ETV Bharat / city

ઘોર કળયુગ! સગી માતાએ કર્યું પોતાના જ દીકરાનું યૌન શોષણ

સામાન્ય રીતે માતા અને દીકરાના સંબંધો ખૂબ જ પ્રેમાળ હોય છે. પરંતુ, આ કળયુગમાં એક એવી માતાની કહાણી (Sexual Abuse by mother) સામે આવી છે જે સંબંધો પર સવાલ ઊભા કરી દે છે. વડોદરામાંથી એક માતાએ પોતાના જ છોકરાના ગુપ્તાંગ સાથે અડપલા કરતા મામલો સીધો કોર્ટરૂમ સુધી પહોંચ્યો, ચોંકાવનારી વાત એ છે કે, આ કેસમાં પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટે સીધા કમિશનરને આદેશ આપ્યો છે.

ઘોર કળયુગ! સગી માતાએ કર્યું પોતાના જ દીકરાનું યૌન શોષણ
ઘોર કળયુગ! સગી માતાએ કર્યું પોતાના જ દીકરાનું યૌન શોષણ
author img

By

Published : Aug 7, 2022, 7:45 PM IST

Updated : Aug 7, 2022, 8:50 PM IST

વડોદરા: વડોદરા શહેરમાંથી મા ની મમતાને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માતા સાથે એના દીકરાના સેક્સ્યુઅલ (Sexual Abuse by mother) સંબંધો સામે આવો તો? આ ઘટના જ્યારે પિતા સામે આવી ત્યારે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પણ ચોંકાવનારી વાત એ છે કે, આ કેસમાં પોલીસે (Vadodara Harni police Station) ફરિયાદને ગંભીરતાથી લીધી જ નહીં. અંતે ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડવ્યા અને તપાસ અંગેના (Vadodara Court Verdict) આદેશ છૂટ્યા. એક યુવકે તેની જ પત્ની સામે જ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે, 'મારી પત્ની મારા 9 વર્ષના પુત્રનું યૌન શોષણ કરે છે. આ કરતૂત છુપાવવા માટે મારી પત્નીએ મારી સામે ખોટા આક્ષેપો કરીને ફરિયાદો પણ કરી હતી.

આ પણ વાંચો: ધર્મ જાણવા દલિત યુવકના કપડા ફાડ્યા, અને પ્રાઈવેટ પાર્ટ સાથે...

પોક્સો એક્ટ લાગે: યુવકે કહ્યું કે, મારી પત્નીને અનેક પુરુષો સાથે પણ સંબંધો છે.' અદાલતે ફરિયાદીની પત્ની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. ફરિયાદ દાખલ ન કરનાર એડિ. સીપી, 2 ડીસીપી, એસીપી અને પીઆઇ સામે પણ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જોકે, એની પત્નીએ પણ પતિ સામે ખોટી ફરિયાદ કરી હતી. યુવકે ગત મે મહિનામાં વડોદરા પોલીસ કમિશનરને ફરિયાદ આપી હતી. જેમા જણાવ્યું હતુ કે, 'મારી પત્ની વર્ષ 2015થી અત્યાર સુધીમાં ફેસબુકના માધ્યમથી અનેક પુરુષોના સંપર્કમાં આવી છે. તેની સાથે અનૈતિક સંબંધો બનાવ્યા છે. વારંવાર સમજાવવા છતા મારી પત્ની અન્ય પુરુષો સાથે સંબંધો રાખે છે.

બાળકો પર અત્યાચાર: યુવકે ઉમેર્યું કે, અમારે પુત્રી અને પુત્ર એમ બે સંતાનો છે. બન્ને સંતાનો ઉપર પણ મારી પત્ની એટલે કે તેની માતા અત્યાચાર કરે છે. બાળકો પાસે ઘરનું કામ કરાવે છે, કામ ના કરે તો જમવાનું આપતી નથી. આ બધુ છુપાવવા અને મને ચુપ કરવા માટે મારી પત્નીએ મારી સામે બે વખત ફરિયાદ નોંધાવી છે. મારી પત્નીના કરતૂતોના પુરાવા એકઠા કરવા મે ખાનગી ડિટેક્ટિવને કામ સોંપ્યુ હતુ. તો મારી પત્નીને જાણ થઇ ગઇ અને તેની સાથે સંપર્ક કરી લીધો જે બાદ ડિટેક્ટિવ પણ મારી પાસે 10 લાખની માંગણી કરીને ધમકી આપે છે. જેથી પત્નીની કરતૂતો છતી કરવા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા.

આ પણ વાંચો: અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું કરાયું આયોજન

કેમેરામાં કેદ: ઘરમાં લગાવેલા કેમેરામાં પત્ની પુત્ર સાથે પણ શારીરિક અડપલાં કરતી દેખાય છે. જોકે, ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યાની જાણ પણ થતા તેણે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. થોડું ફુટેજ રેકોર્ડ થઇ ગયુ છે. જેમા પત્નીની કરતૂતો દેખાય છે. આ સાથે મારી પત્ની સંતાનોની હાજરીમાં જ અન્ય પુરુષો સાથે બીભત્સ વાતો પણ કરે છે. પતિ આ અંગે ફરિયાદ નોંધવવા હરણી પોલીસ સ્ટેશન ગયો હતો.

ફરિયાદ ન લીધી: પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે યુવકની પત્ની સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ કરવા પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે. આ સાથે બાળકના યૌનશોષણ જેવી ગંભીર ફરિયાદ દાખલ નહી કરવા બદલ હરણી પોલીસ સ્ટેશનના પી.આઇ., ઝોન-4ના ડીસીપી, ઝોન-3ના ડીસીપી, એડિશનલ પોલીસ કમિશનર અને એચ ડિવિઝનના એસીપી સામે પણ તપાસ કરવા આદેશ કર્યો છે.

Last Updated : Aug 7, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.