વડોદરા શહેરના જુના પાદરા રોડ વિસ્તારમાં રહેતા રાધીકા તલાટી અને ગૌતમી તલાટીએ અતી કઠીન ગણાતી પંચ કૈલાસની યાત્રા અનેક વાર પુર્ણ કરી છે. જેમાં માન સરોવર, આદિ કૈલાસ, શ્રીખંડ કૈલાસ , કિન્નોર અને મણી મહેશની યાત્રાનો સમાવશે થાય છે. ભગવાન શિવ પર રહેલી આસ્થાએ આ બંન્ને માતા પૂત્રીને આ સાહસ ખેડવા માટેની શક્તી પુરી પાડી છે. રાધીકા તલાટી એકમાત્ર દેશની એવી મહિલા પર્વતારોહણ છે, કે જેમને પંચ કૈલાસને પોતાના મક્કમ ઇરાદાથી અનેક વાર સર કર્યો છે અને હવે તેમની પૂત્રી ગૌતમી તલાટી પોતાનીજ માતાના નક્શે કદમ પર આગળ વધી રહી છે.
પંચ કૈલાસ- 2009 થી 2019 સુધીમાં માન સરોવર (તિબેટ), આદિ કૈલાસ (ઉત્તરાખંડ), શ્રીખંડ કૈલાસ (હિમાચલ પ્રદેશ), કિન્નોર (હિમાચલ પ્રદેશ), મણી મહેશ (હિમાચલ પ્રદેશ, ચંબા). આ દરેક સ્થળ પર શિવ ભક્તો દર્શનાર્થે જતાં હોય છે અને ખાસ કરીને પર્વતારોહણ માટે આ દરેક સ્થળ ખુબ મહત્વના હોય છે. વર્ષ 2009માં રાધીકા તલાટીએ માનસરોવરની 2 વાર, આદિ કૈલાસની એક વાર, શ્રીખંડ કૈલાસ 1 વાર, કિન્નોર 2 વાર અને મણી મહેશની યાત્રા પર્વતારોહણ દરમ્યાન પાંચ વાર કરી છે. રાધીકા તલાટીનું કહેવુ છે કે મહિલા કોઇ પણ ક્ષેત્રે પાછળ રહી નથી અને તેથી જ પર્વતારોહણ ક્ષેત્રે જોઇએ એટલી મહિલાઓ ભાગ લેતી ન હતી જેથી તેમને આ ક્ષેત્ર પસંદ કર્યું અને હવે રાધીકાની લત બની ગઇ છે.
રાધીકા તલાટીને શિવ ભક્તીમાં રહેલા વિશ્વાસના કારણે ટ્રેકીંગ શરૂ કર્યું. છેલ્લા દસ વર્ષમાં પંચ કૈલાસનું ટ્રેકિંગ કર્યું છે. ખુબ આસ્થા સાથે શિવ દર્શન માટે જાય છે અને તેમનું કહેવું છે કે, વર્ષોથી પંચ કૈલાસ એક મહિલા તરીકે હું ગઇ છું. મારી અને મારી દિકરીની આ પહેલી જોડી છે જેને આટલી બધી વાર આ કઠિન યાત્રા કરી હશે.
ગૌતમી તલાટી કે જેઓ રાધીકા તલાટીની પૂત્રી છે અને હાર્વડ યુનિવર્સિટી માંથી સ્નાતક થયા છે અને તેમને પણ પોતાની માતા ને જોઇને પર્વતો સર કરવાની આદત લાગી છે. ગૌતામીએ 16 વર્ષની ઊંમરે આફ્રિકાના સૌથી ઊંચા કિલિમંઝારો પર્વત સર કર્યો હતો. ત્યાર બાદ ગૌતમીની પર્વતો સર કરવાની વણઝાર આગળ જ વધતી ગઇ. જેમાં પંચ કૈલાસ ગૌતમીએ એક વાર પુર્ણ કર્યું છે. જો કે, ગૌતમીનું કહેવુ છે કે, જીવન માર્ગદર્શિકા સાથે નથી આવતું તે એક માતા સાથે આવે છે. તેવી રીતે રાધીકા તલાટી ગૌતમી તલાટીની પર્વતારોહણ ક્ષેત્રે માતાની સાથે એક ઊત્તમ ગૂરૂનું ઊદાહરણ પુરૂ પાડે છે. ગૌતમીના જણાવવા અનુસાર, મારી માતા શિવ ભક્ત છે અને આજ શિવ ભક્તીનો પુરાણોમાં પંચ કૈલાસ તરીકે ઊલ્લેખ થયો છે અને હું પણ મારી જાગૃતી માટે આ પર્વતોને સર કરી રહી છું.
ગૌતમીએ કરેલા ટ્રેકીંગની વિગત જોઈએ તો આદિ કૈલાસ 16 વર્ષની ઉંમરે 14750 ફુટ, શ્રીખંડ કૈલાસ 17 વર્ષની ઉંમરે 18450 ફુટ, કિલિમંઝારો પર્વત (આફિકા) 17 વર્ષની ઉંમરે 19800 ફુટ, કિન્નોર પર્વત 18 વર્ષની ઉંમરે 18800 ફુટ, મણી મહેશ 20 વર્ષની ઉંમરે 14320, માન સરોવર યાત્રા 23 વર્ષની ઉંમરે 19250 ફુટ
ગૌતમી તલાટી કહે છે કે, હું હાર્વડમાંથી સ્નાતક થઈ છું અને મારી માતા મારી તાકાત છે. મારી માતાએ મને ટ્રેકીંગ શિખવાડ્યું છે. આજે આ મારૂ એડીક્શન થઇ ગયું છે. આફિકામાં પણ ટ્રેકીંગ કર્યું છે. પંચ કૈલાસમાં પણ ટ્રેકિંગ કર્યું છે અને આ યાત્રા માટે ખુબ ફિટ રહેવુ પડે છે.
દેશમાં રાધીકા અને ગૌતમી માતા પૂત્રીની બેલડી છે કે જેને એક સાથે અનેકો વાર પંચ કૈલાસના પર્વતો સર કરીને શિવ ભક્તી કરી છે. ત્યારે આગમી સમયમાં હવે આ મા દિકરી વચ્ચે જ સ્પર્ધા જામશે.