ETV Bharat / state

'તારો તેની સાથે શું સંબંધ છે?' મોરબીમાં અજાણ્યા યુવકના ફોનના ચક્કરમાં ગયો મહિલાનો જીવ, પતિ પર લાગ્યો ગંભીર આરોપ

મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં રહેતા શ્રમિક યુવાને તેની પત્નીના ચરિત્ર પર શંકા કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં રહેતા શ્રમિક યુવાને તેની પત્નીના ચરિત્ર પર શંકા કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું
મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં રહેતા શ્રમિક યુવાને તેની પત્નીના ચરિત્ર પર શંકા કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

મોરબી: આજના સમયમાં લગ્નેતર સંબંધોના ગંભીર પરિણામો આવે છે. ત્યારે મોરબીમાં એક આવી જ ઘટના બની છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ફેકટરીમાં રહીને મજૂરી કરતા શ્રમિક યુવાનની પત્નીના મોબાઇલમાં અજાણ્યા છોકરાનો ફોન આવતો હતો જેથી આરોપી યુવાને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી હતી. જેનું ખૂબ જ ગંભીર પરિણામ આવવાનું હતું.

પતિ પર પત્ની હત્યાનો આરોપ: આરોપી યુવાન પર આરોપ છે કે, તેણે પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દઇને હત્યા કરી હતી. જેના આધારે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મધ્યપ્રદેશના વતની સુનીલ રાધેશ્યામ માલવીયાએ 33 વર્ષીય આરોપી પતિ કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં રહેતા શ્રમિક યુવાને તેની પત્નીના ચરિત્ર પર શંકા કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું (Etv Bharat gujarat)

પત્ની ચારિત્ર્ય પર શંકા જતા હત્યા કરી: પોલીસ ફરિયાદ મુજબ, આરોપી કનૈયાલાલની પત્ની ધાપુબાઇ છેલ્લા 6 થી 7 મહિનાથી વતનમાં રહે છે. જેનો મોબાઇલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો, જેમાં કોઇ અજાણ્યા છોકરાનો ફોન આવતો હોય જેથી આરોપીએ તેની પત્ની પર શંકા કરી હતી. ત્યારબાદ આરોપી કનૈયાલાલ તેની પત્ની સાથે 3 નવેમ્બરના રોજ મુરાનો સિરામિકની લેબર કોલોનીમાં રહેવા આવ્યા હતા.

આરોપી નાસે તે પહેલા પોલીસે દબોચ્યો: આરોપી કનૈયાલાલે તેની પત્નીને તારા ફોનમાં કોનો ફોન આવે છે, તેની સાથે શું સંબંધ છે તેમ કહીને ચારિત્ર્ય પર શંકા કરીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પતિએ પત્નીને મારવાના ઇરાદે ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. અણીયારી ટોલનાકા પાસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આરોપી તેના વતન નાસી જાય તે પહેલા જ તેને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. કચ્છના રાપરમાં બની કરુણ ઘટના, કેનાલમાં ડૂબતા બાળકને બચાવવા જતા 4 લોકોના મોત
  2. Amreli: જાફરાબાદમાં નરભક્ષી સિંહણનો આતંક, વાડી રહેલી 7 વર્ષની બાળકીને ફાડી ખાધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.