જામનગર: કેનેડામાં થયેલા હિન્દુ મંદિર પરના હુમલાને વખોળી કાઢતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આ હુમલા અંગે વાત કરી હતી. તેમણે ખાસ કેટલીક બાબતો પર કહ્યું હતું કે, મંદિર પર હુમલો કરી શું પ્રાપ્ત થશે?, મંદિર પર હુમલો કરી કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાયનો વિકાશ ન થાય.
"કોઈ ધર્મ બીજા ધર્મ પર હુમલાનો સંદેશ નથી આપતો, આ તેઓની અજ્ઞાનતા છે. હુમલાથી કોઈની આસ્થા અને શ્રદ્ધા ન તૂટી શકે, માત્ર પથ્થર તોડવાથી કોઈની આસ્થા ન તૂટી શકે. હું હુમલાખોરોની સખ્ત નીંદા કરું છું." સંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં મહિલા સંગઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્ય મીડિયા સમક્ષ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાનું નિંદા કરી છે.
તેમણે કહ્યું કે, વિશ્વના અનેક દેશોમાં અધર્મીઓ દ્વારા હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તોડફોડની ઘટનાઓ અવારનવાર બને છે. આવી ઘટનાઓ બનતી અટકે તે માટે પ્રયાસો કરવા જોઈએ. નાસ્તિકો અવારનવાર હિન્દુઓને ટાર્ગેટ કરે છે અને મંદિરોમાં હુમલા કરે છે. કેનેડામાં હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા છે.