વડોદરાનું નવલખી મેદાન બાઈકના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું અને વડોદરાનાં નગરજનોને આજે દેશના જાણીતા બાઈકરોની નિપુણતાભરી બાઇક હંકારીને બાઇકના વિવિધ ટેબલટોપ જમ્પ તેમજ વિવિધ કરતબો જોવાનો લાભ મળ્યો હતો.
![Vadodara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4740455_635_4740455_1570971519669.png)
વડોદરાનાં નવલખી મેદાન ખાતે ફેડરેશન વડોદરા ઓફ ઇન્ડિયા દ્વારા મોટોક્રોસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરનાં 100 બાઈક સવારોએ ટેબલટોપ સ્ટંટ તેમજ ડબલ જંપ કરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વડોદરા ખાતે આ ત્રીજો રાઉન્ડ છે. કુલ 6 રાઉન્ડમાં આ સ્પર્ધા આયોજીત કરવામાં આવશે. સુપર ક્રોસની મજા સાથે શહેરીજનોને ફ્રી સ્ટાઇલ મોટોક્રોસ પણ જોવા મળી છે. જે માટે ઓસ્ટ્રેલીયાના ચેમ્પિયન એથલીડ શોન વેબ અને જર્મનીના હેન્સ એકર્મેને ટેબલટોપ જમ્પનાં વિવિધ દિલ ધડક સ્ટન્ટ કરી શહેરીજનોના દીલ જીતી લીધા છે. આ સ્ટંટ બાજી જોવા મટે મોટી સંખ્યામાં વડોદરા ઉપરાંત અન્ય શહેરો માંથી લોકો આવ્યા હતા.
અહી જુનિયર અને સીનીયર કેટેગરીના 9 રાઉન્ડ યોજાઈ રહ્યા છે, ત્યાર બાદ પોઇન્ટના આધારે ચાલુ વર્ષના વિજેતા જાહેર કરવામાં આવશે આ માટે 900 મીટરનો ટ્રેક બનાવવામાં આવે છે. જેમાં 12 ડબલ જમ્પ, 1 ટેબલ ટોપ, અને વુપ્સ એન્ડ બર્મસ તૈયાર કરવામાં આવ્યા હતા.
આઠ વિવિધ કેટેગરીમાં 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તમામ કેટગરીનાં વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી.