ETV Bharat / city

વડોદરાને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવા ધારાસભ્યોની મુખ્યપ્રધાન પાસે માંગ

author img

By

Published : Apr 27, 2021, 7:21 AM IST

164 હોસ્પિટલોમાં નવા ઓક્સિજનની જરૂરીયાતવાળા નવા દર્દીઓ દાખલ નહીં કરવાના નિર્ણયને સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ડભોઇના ધારાસભ્ય શૈલષ મહેતા નારાજ થયા છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને ઓકિસજન આપવા માંગ કરવામાં આવી હતી.

વડોદરાને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવા ધારાસભ્યોની મુખ્યપ્રધાન પાસે માંગ
વડોદરાને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવા ધારાસભ્યોની મુખ્યપ્રધાન પાસે માંગ
  • વડોદરાની 164 હોસ્પિટલને ઓક્સિજન ન આપવાના નિર્ણયથી ભાજપના 2 MLA નારાજ
  • OSDના નિર્ણયથી નારાજ બન્ને ધારાસભ્યોની સર્કિટ હાઉસ ખાતે બેઠક
  • કેતન ઈમાનદાર બાદ શૈલેષ મહેતાએ પણ ગુજરાતમા લોકડાઉન કરવાની માગ

વડોદરા: શહેરમાં વધતાં કોરોના કહેરને પગલે અને OSD વિનોદ રાવના સી કેટેગરીની 164 હોસ્પિટલોમાં નવા ઓક્સિજનની જરૂરીયાતવાળા નવા દર્દીઓ દાખલ નહીં કરવાના નિર્ણયને સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ડભોઇના ધારાસભ્ય શૈલષ મહેતા નારાજ થયા છે. સોમવારે, બન્નેની સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં, ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને ઓકિસજન આપવા માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વડોદરાની મહિલાઓએ RT-PCR કીટ બનાવવામાં આપ્યો ફાળો

ઓક્સિજનની માત્રા 15થી 20 મેટ્રિક ટન વધારો કરવો

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, વડોદરા શહેર-જિલ્લાનો 160 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો જળવાઇ રહેવો જોઇએ. ભવિષ્યની પરિસ્થિતિને જોતા ઓક્સિજનની માત્રા 15થી 20 મેટ્રિક ટન વધારો કરવો જોઇએ. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે વડોદરા શહેર અને જિલ્લામાં લોકડાઉન સરકારે નાખવુ જોઈએ તેવુ અમારુ આ ધારાસભ્યોનું માનવું છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, અમે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. કલેક્ટર ઓફિસમાં અધિકારી સાથે મિટીંગ કરીને રજૂઆત પણ કરી હતી.

આ પણ વાંચો: પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ દ્વારા સાંજના 5 વાગ્યા પછી લાગુ કરાયું સ્વૈચ્છિક લોકડાઉન

વડોદરાને પૂરતો જથ્થો મળી રહે તે માટે મુખ્યપ્રધાન પાસે માંગ

સાવલીના ધારાસભ્યકેતન ઇનામદારે કહ્યું હતું કે, વડોદરા જિલ્લામાં પણ સંક્રમણ વધ્યું છે. આ સાથે, સાવલી, ડેસર, વાઘોડિયા, કરજણ અને શિનોર તમામ જગ્યાએ પરિસ્થિતિ વણસી છે. ત્યારે, તમામ જગ્યાએ ઓક્સિજન સાથેની હોસ્પિટલો ચાલુ રહેવી જોઇએ, તેવુ અમારું સ્પષ્ટ માનવુ છે. વડોદરા શહેર-જિલ્લાની 164 હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો નહીં આપવાનો જે નિર્ણય કરાયો છે. તેમાં અમારો વાંધો છે અને વડોદરા શહેર-જિલ્લાને ઓક્સિજનનો જથ્થો મળતો હતો તે મળવો જ જોઇએ.આ ઉપરાંત, વડોદરાને પૂરતો જથ્થો મળી રહે તેવી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ માંગ કરી છે. રેમડેસીવીર ઇન્જેક્શન સહિતની તમામ સુવિધાઓ મળવી જોઇએ. આથી, કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન કરવુ પણ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.