- વડોદરાના અકોટા ધારાસભ્યની અનેરી ઉજવણી
- સીમાબેન મોહિલેએ કામદારો માટે ખોલાવ્યાં એકાઉન્ટ્સ
- પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ ખોલાવ્યાં ખાતાં
વડોદરાઃ શહેરના અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ તેમનો જન્મદિવસ ઉજવતાં દિવસ ઉજવતાં આજે અનોખી પહેલ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત કામદારોના એકાઉન્ટ ખોલાવી આપી પ્રીમિયમ ભર્યું હતું.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતના પશુપાલકોને વાવાઝોડાથી થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરી વળતર ચૂકવવા મુખ્યપ્રધાન પાસે કરાઈ માગ
18થી 40 વર્ષના કામદારો માટે આશીર્વાદરૂપ આ યોજના
નેતાઓ પોતાના જન્મદિવસની ઉજવણી અગ્રણીઓને બોલાવીને કેક કાપી પાર્ટીનું આયોજન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી રંગેચંગે કરતાં હોય છે. ત્યારે વડોદરા શહેરના અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલે પોતાના જન્મદિવસના દિવસે અનોખી પહેલ કરી હતી. ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલા તેમના કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી આપી પ્રીમિયમ ભર્યું હતું. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત કામદારોની વહરે સીમાબેન મોહિલે આવ્યાં હતાં. આ યોજના 18થી 40 વર્ષના કામદારો માટે આશીર્વાદરૂપ આ યોજના છે. જે 60 વર્ષની ઉંમર થયા બાદ જ્યારે તેઓ કામ ન કરી શકે ત્યારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ દર મહિને એમને પેન્શન આપવામાં આવશે. અસંગઠિત કામદારો પણ તેમના કાર્યાલય ખાતે એકાઉન્ટ ખોલાવવા માટે પહોંચી ગયાં હતાં અને તેઓએ પણ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાને બિરદાવી હતી અને તેમના ભવિષ્ય માટે પણ ખૂબ આશીર્વાદરૂપ છે તેમ પણ જણાવ્યું હતું. આ તકે વડોદરાના પ્રથમ નાગરિક કેયૂર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત તેમના શુભેચ્છકો તેમને શુભેચ્છા આપવા માટે કાર્યાલય ખાતે પહોંચી ગયા હતાં.