ETV Bharat / city

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં 14 પૈકી 7 કામોને મંજૂરી - VMC NEWS

વડોદરા મહાનગર પાલિકામાં શુક્રવારે સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ વિકાસના 14 જેટલા કામો પર ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી સ્થાયી સમિતિએ 7 કામોને મંજૂરી આપી હતી અને 5 કામો મુલતવી રાખવામાં આવ્યા હતા. જ્યારે 2 કામો નામંજૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા મહાનગર
વડોદરા મહાનગર
author img

By

Published : Jun 6, 2021, 8:12 PM IST

વડોદરા: કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર પોલીસ અને સફાઈ સેવકોએ દિવસ રાત નાગરિકોની સેવા કરી છે. જેમાં વડોદરા મહાનગર પાલિકામાં વોર્ડ નંબર 9માં સફાઇ સેવક તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પ્રવીણભાઈ સોલંકીનું 31 જાન્યુઆરીના રોજ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીના પરિવારના એક સભ્યને નોકરી આપવાની અને પ્રવર્તમાન ધારાધોરણો મુજબની નિમણૂકની દરખાસ્તને આ બેઠકમાં મંજૂર કરાઈ હતી અને મૃતક કર્મચારીઓના વારસદારને 3 લાખ રૂપિયા ચૂકવવાની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપે આપી હતી.

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં 14 પૈકી 7 કામોને મંજૂરી

જાણો ક્યા કામ થયા મંજૂર

મંજૂર થયેલા કામોમાં દક્ષિણ ઝોન વિસ્તારમાં ડિવાઈડર ફૂટપાથ તેમજ પેવર બ્લોકના 4 કરોડના કામ, સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓ માટે મટન ખરીદવા માટે 39.80 લાખ, દક્ષિણ વિસ્તારની વરસાદી ગટર સાફ કરવાનો 50 લાખનો વાર્ષિક ઈજારો, 2021 - 22 વર્ષના એડવાન્સ મિલકતવેરા અને 10 ટકા રીબેટ યોજના સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીમાં આંશિક લોકડાઉનથી કરદાતાઓ આર્થિક બજેટ ખોરવાઇ રિબેટ સ્કીમનો લાભ લઇ શક્યા નથી.જે રીબેટ યોજના એક મહિનો લંબાવવામાં આવ્યો છે 31 જુલાઈ સુધી વેરામા રિબેટ આપવામાં આવશે નવા વર્ષમાં 20 કરોડ જેટલો વેરો નાગરિકો દ્વારા કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં વર્તમાન અને માજી કુલ 8 કાઉન્સિલરોએ કોરોનાની તબીબી સારવારનો ખર્ચની પણ મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ અને હાલના કોર્પોરેટરે કબીર સારવાર માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય સમિતિએ મંજૂર કર્યો હતો અગાઉ શહેરમાં કોરોનાની બીમારીનો ઉલ્લેખ ન હતો પરંતુ આ સારવારનો ખર્ચ પણ મળે તેવી દરખાસ્ત પાછળથી મંજૂર કરવામાં આવી હતી.

એક પગાર પ્રોત્સાહન રૂપે આપવાની દરખાસ્ત નામંજૂર

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં અધિકારીઓએ જે કામગીરી કરી હતી તેમાં એક પગાર પ્રોત્સાહન રૂપે આપવાની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. એક બાજુ કોરોના મહામારીમાં ઓગસ્ટ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ચૂંટણીની કામગીરી કરી હતી, જેમાં જાહેર રજાઓ તથા ઓફિસ સમય બાદ હાજર રહી કામગીરી પૂર્ણ કરી હતી એવા ડેપ્યુટી કમિશનર ધવલ પંડ્યા, ઇલેક્શન ઓફિસર સુમન રાઠવા, જયેશ ગોહિલ અને રેવન્યુ ઓફિસર ગણેશભાઈ તડવીને પ્રોત્સાહ રૂપે પગાર આપવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.