- એડવોકેટ એકટની કલમમાં કરાયેલા સુધારાનો વિરોધ
- વડોદરા વકીલ મંડળમાં ભારે નારાજગી
- ન્યાયમંદિર કોર્ટના ગેટની બહાર ગેઝેટની હોળી કરી વિરોધ
વડોદરા : વકીલ મંડળ દ્વારા એડવોકેટ એક્ટમાંં કરાયેલા સુધારાનો શનિવારે વડોદરાના વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. આ સુધારાને વકીલોએ તેમના હિત વિરોધી દર્શાવ્યો છે. વડોદરા શહેર વકીલ મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાયમંદિરના મુખ્ય ગેટ પાસે ગેજેટની હોળી કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં તારીખ 25મી જૂને એડવોકેટ એકટ 1961ની કલમ 4991(અ) તથા (એબી)માં સુધારા સંબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ કાયદામાં કરેલા સુધારાથી બંધારણ દ્વારા વકીલને મળેલા મૂળભૂત અધિકારોનું હનન થાય છે. તેવી વકીલ આલમમાં પ્રતિક્રિયા જોવા મળી છે.
સાત વર્ષ સુધીની સજા વાળા કેસોમાં પોલીસ સ્ટેશનમાં જામીન આપી છોડી દેવાનો નિર્ણય
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ઇન્ડિયન બાર કાઉન્સિલ અને તમામ રાજ્યોની બાર કાઉન્સિલ વકીલોની માતૃ સંસ્થા છે. આ બન્ને સંસ્થામાં અર્નેસ્ટ કુમાર વી. બિહારનું જજમેન્ટ નામદાર સુપ્રીમકોર્ટ 498-એની કલમમાં આરોપીઓને નુકસાન થતું હતું. તેથી આ કલમ પૂરતું જ ઇન્વેસ્ટિગેશન કરી ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં લાવવા તેના બદલે તમામ પોલીસ સ્ટેશનોમાં અને રાજ્ય સરકારના ગૃહ ખાતા દ્વારા સાત વર્ષ સુધીની સજા વાળા તમામ કેસોમાં પોલીસ સ્ટેશનમાં જામીન આપી છોડી દેવાનો નિર્ણય કર્યો છે.
વકીલાતના પ્રોફેશનમાં જોડાયેલા વકીલોને ખૂબ જ મોટું નુકસાન થાય
પોલીસ ખાતામાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધી ગયું છે. વકીલાતના પ્રોફેશનમાં જોડાયેલા વકીલોને સીધું નુકસાન થઈ રહ્યું છે. તેમજ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વર્ષમાં ચાર લોક અદાલત રાખીને વકીલોની ગેરહાજરીમાં પણ કેસોનો નિકાલ કરવામાં આવે છે. જેથી પણ વકીલાતના પ્રોફેશનમાં જોડાયેલા વકીલોને ખૂબ જ મોટું નુકસાન થાય છે. ઇન્ડિયન બાર કાઉન્સિલ અને ગુજરાત બાર કાઉન્સિલએ અર્નેસ્ટકુમાર વર્સીસ સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટનું ખોટું અર્થઘટન થયું છે. તેને અટકાવવા માટે પગલાં લે અને લોક અદાલતમાં વકીલોની સંમતિ સિવાય કેસોનો નિકાલ કરવાની પદ્ધતિ બંધ કરવા માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીને માહિતગાર કરેલી છે.
ગેજેટ તાકીદે પરત ખેંચવા પણ વકીલોની માંગ
આ ગેઝેટ પસાર થઇ ગયા પછી જે તેની સામે વાંધા સૂચનો માગ્યા છે. તે ડ્યુ પ્રોસેસ ઓફ લો પ્રમાણે ડિફેકટિવ ગણાય છે. જેથી આ ગેજેટ તાકીદે પરત ખેંચવા પણ વકીલોની માંગ છે. આજના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ, સેક્રેટરી રિતેશ ઠક્કર, નેહલ સુતરીયા, ઘનશ્યામ પટેલ, નિમીશા ધોત્ર, મંગલમ જોશી, જેમ્સ મેકવાન, દિવ્યેશ અમીન, અનિલ પૃથ્વી, નીલમ વાઘેલા, કોમલ કુકરેજા ,રાજુ પરમાર, મંજુલા રહક ખોખર, ઋષિકેશ આચાર્ય, ઋષિકેશ જોશી, અને અન્ય વકીલ મંડળના વકીલોએ ભાગ લીધો હતો.