નેપાળ ખાતે 1થી 4 ડિસેમ્બર દરમિયાન 13મી સાઉથ એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના MS યુનિવર્સિટિના વિદ્યાર્થીઓએ ચેસ અને ખો-ખોમાં ભાગ લીધો હતો. જ્યાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું. ખેલડીઓના ઉત્તમ પ્રદર્શન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશમાં જ નહીં દેશ બહાર યોજાતી રમત ગમત સ્પર્ધામાં પણ એમ.એસ.યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. ત્યારે નેપાળ ખાતે તારીખ 1થી 4 દરમિયાન 13મી સાઉથ એશિયન ગેમ્સ યોજાઈ હતી. જેમાં ખો-ખોની ટીમ માટે ગુજરાતના એકમાત્ર એમ.એસ.યુનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ધનવિનની પસંદગી થઈ હતી. આ ટીમે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશને ખો-ખોમાં હરાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે. બીજી તરફ ભોપાલ ખાતે યોજાનારા ઈન્ટર યુનિ વેસ્ટ ઝોન ચેસ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો છે. આ સ્પર્ધામાં સાયન્સ, કોમર્સ અને એન્જિનિયરીંગ ફેકલ્ટીની 6 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.