- કરજણના યુવકે ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા
- આ પત્રમાં કરજણના ધારાસભ્ય સહિત 12 લોકો પર આરોપ
- હાલ પોલીસે મામલે ગુમ થયેલા હિતેશની શોધખોળ હાથ ધરી
વડોદરાઃ કરજણમાં રહેતા હિતેશ વાળંદ ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા છે. પત્રમાં તેઓએ વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્રને મુખ્ય માણસો તરીકે ગણાવીને કુલ 12 લોકો સામે ગંભીર આક્ષેપો કરીને તેઓ ગુમ થયા છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુમ થયેલા હિતેશની શોધખોળ હાથ ધરી છે.
કરજણના ધારાસભ્યના પુત્રની કાર વડે વૃદ્ધનું નિધન
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરજણના ધારાસભ્યના પુત્રની કાર વડે વૃદ્ધનું અકસ્માત બાદ નિધન થયું હતું. આ મામલે ધારાસભ્ય સામે સવાલો ઉઠ્યા હતા. હવે ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત 11 લોકો સામે વ્યાજખોરીના ગંભીર આક્ષેપો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વ્યાજખોરોથી ત્રસ્ત હિતેશભાઇ વાળંદે લખેલો ચાર પાનાનો પત્ર
- (ચાર પેજ છે જોઇ લેજો હું એચ.એન.વાળંદ)
હું હિતેશભાઇ જાતે આ પત્ર લખીને આપું છું. આજથી મારી જીંદગીમાંથી મુક્ત થાવ છું. એનું કારણ છે કે, આજે લોકો મારા પર ખુબ દબાણ આપે છે. મારો ધંધો છેલ્લા બે મહિનાથી કોરોનાના કારણે બંધ છે. આથી કહ્યુ કે હમણા મારાથી પૈસા નહિ થઈ શકે પણ કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરાન કેમ કરવા લાગ્યા છે. આજે જે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસના આપ્યો, અને હવે જ્યારે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી આ બદનામી સહન નહિ થઈ શકે કેમ કે એમને પોતાના પૈસાની પડેલી છે. હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેના નામ લખું છું. એ બધા જવાબદાર છે.
- મુકેશ રણછોડ લીલોડ
- કેયુરભાઇ મુકેશભાઇ લીલોડ
- પટ્ટુભાઇ અશોકભાઇ લીલોડ
- મિલેનભાઇ ભરૂચ – લખું કોના હસ્તો
- પ્રેશવાળા – રાજીભાઇ વેમેરડી
- રાણપુર સ્નેહલ મિલેનભાઇનો માણસ
આ લોકોના ત્રાસથી હું આત્મહત્યા કરવા મજબુર થયો છે. એમાં જે લોકોએ મારી ઇજ્જત ખરાબ કરી એ લોકોના નામ પણ આપું છું
- મોસીન લીલોડ
- ફેજુદીન લીલોડ
- રફીક લીલોડ
- નાગજી લીલોડ
આ બધુ કામ મને ખબર છે, કોણે કરાવ્યુ.....
- અક્ષય પટેલ લીલોડ
- રૂષી પટેલ લીલોડ
કરજણના ધારાસભ્ય અને તેના પુત્રનો હાથ હોવાનું જણાવ્યુ...
હું નદીમાં કુદકો મારીને આત્મહત્યા કરૂ છું. જેના જવાબદાર આ બધા જ હશે. કોઇ પણ વ્યક્તિ પાસે બે મહિના કોરોનાના સમયે ધંધો બંધ થઇ જાય જે પાંચ વરસથી આપતા વ્યાજ બે મહિના બંધ થઇ જાય તો આટલા હેરાન કરવાની શું જરૂર છે. આજે મારી ત્રણ છોકરીઓ અને મારી વાઇફને નાદાનીમાં છોડીને મારે જવું પડે એમ છે.
વ્યાજ ખોરેને સજા આપવા સરકારને અરજ
હું સરકારને અરજ કરું છું કે, મારા ગયા પછી આ વ્યાજ ખોરોને સખત સજા આપવા વિનંતી. મને ઘરે સાંજ સવાર ઉંઘવા અને જમવા પણ નહિ દેતા.. મારી ઇજ્જત ખાતર આ પગલું ઉઠાવવા મજબુર થયો છું. મારા મરવાનું કારણ આ બધા લોકો છે. આવું કોઇ સીધા વ્યક્તિ જોડે ના થાય તે માટે તમને કડક પગલા લેવા વિનંતી. જય શ્રી રામ...નર્મદે હર હર નર્મદે
હું પોતે
લિ. હિતેશ એન વાળંદ
આ પણ વાંચોઃ કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પહોંચ્યા નામાંકન ભરવા, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
આજે આતમહત્યા કરૂ છું...
મારા દરેક જગ્યાએ ચેક આપેલા છે. પણ પૈસા પુરા થઇ જાય તો પણએ લોકો પાછા આપતા નથી. જેના આજ ઘડીએ આ લોકોએ ધમકી આપી ઉઠાવ્યો હતો હું તો જીભાન અને ભરોસા પર ચાલતો હતો. પણ આ લોકો આટલા બધા બદમાશ નીકળશે તેની મને ખબર નથી આજે 5 ટકા થી 10 ટકા સુધી વ્યાજ વધારી મારી પાસેથી મિલકત પડાવવાની કોશિશ કરી એટલે મારાથી ના રેવાયું, આવું તો રાક્ષસો જ કરી શકે.
લી. હિતેશ એન વાળંદ
મારી મીલ્કત મારી ત્રણ છોકરી અને મારી વાઇફને આપવા વિનંતી છે. જો એવું ન થાય તો મારી આત્માને સંતોષ નહિ આપું અને તમને આખી જીંદગી હેરાન કરીશ આજ મારૂ સપનું છે.