ભરૂચ: આમોદના કાકરીયા ગામના ચકચારી ધર્માંતરણ કેસ (Kankaria conversion case)માં પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરતા આરોપીઓનો કુલ આંક 10 પર પોહચ્યો છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં કાંકરિયામાં ઈબાદતખાના માટેની 14 લાખ રૂપિયાના ફંડ બાબતે તેમજ ધર્માંતરણ (Bharuch conversion case ) માટે લાલચ-ધમકી આપી નમાઝ પઢવા (threatening to offer Jumma prayers) કરાતો હોવાનો ખુલાસો પણ થયો છે.
હાલ આરોપીઓ જ્યુડિશયલ કસ્ટડીમાં
કાંકરિયા ધર્માંતરણ કેસમાં અગાઉ ફુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આરોપીઓની જામીન અરજી નામદાર કોર્ટે રદ કરતા હાલ આરોપીઓ જ્યુડિશયલ કસ્ટડીમાં છે. આ ચકચારી કેસની તપાસ દરમ્યાન બીજા નામ ખુલતા વધુ 6 આરોપીઓની અટકાયત કરી 14 દિવસના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે... અટકાયત કરાયેલ 6 આરોપીઓ પૈકી આરોપી નં. (1) અને (2) દ્વારા કુલ અંદાજિત રકમ રૂ .14,0000/- જેટલી માતબર રકમ કાંકરીયા ગામે ઈબાદત ગાહ બનાવવા તેમજ લોભ લાલચના ભાગરૂપે ધર્માંતરણ પામેલા નાગરિકોને રોકડ સહાય કરવામાં આવી છે.
યાકુબ ઈબ્રાહીમ શંકર રહેવાસી - પાંજરાપોળ ઓફિસની પાસે માલીનો ટેકરો, જિ.પાટણ,
રીઝવાન મહેબુબભાઈ પટેલ રહેવાસી- ધનજીશા જીન પાલેજ,
ઠાકોરભાઈ ગીરધરભાઈ વસાવા રહેવાસી - પુરસા તા.આમોદ ,
સાજીદભાઈ અહમદભાઈ પટેલ રહેવાસી - અમીજી સ્ટ્રીટ આછોદ તા.આમોદ,
યુસુફ વલી હસન પટેલ રહેવાસી - બચ્ચોકા ઘર, ચાર રસ્તા આમોદ,
ઐયુબ બસીરભાઈ પટેલ રહેવાસી - નુરાની સોસાયટી જંબુસર
આ તમામ 6 આરોપીઓ પૈકી બે આછોદ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારો છે, તેઓ બરોડા સીટી ડી.સી.બી.પો.સ્ટે.ના આરોપી સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી અંદાજીત રકમ રૂ.3,71,000 / - જેટલ આ ગુનામાં આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ રૂ .14,00,000/- ની રકમ પૈકીની રૂ .7,00,000 / - જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન ( વિદેશ ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવી છે, તથા અન્ય રકમ અલગ - અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવેલી છે. આરોપીઓના રિમાન્ડ દરમ્યાન હજુ વધુ ચોકવનારી વિગતો બહાર આવવા સાથે અન્યોની પણ સંડોવણી બહાર આવે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ATS એ મૌલાના કલીમ સિદ્દીકીની કરી ધરપકડ
આ પણ વાંચો: ધર્માંતરણ અને હવાલા કૌભાંડના આરોપીઓને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યાં