ETV Bharat / city

હલદર વિકાસ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીના રોકાણકારોએ - haldar credit Co-operative Society

હલદર વિકાસ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીનાં રોકાણકારોએ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વહેલી તકે નાણાં રોકાણકારોને મળી રહે તેવી માંગણી કરી હતી.

હલદર
હલદર
author img

By

Published : Jan 30, 2021, 10:34 AM IST

  • લાખો રૂપિયાનો ચુનો ચોપડતા રોકાણકારોમાં રોષ
  • ઉગ્ર સુત્રોચ્ચારો કરી નારાજગી દર્શાવી
  • દેશભરમાં રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ લગાવ્યા

વડોદરા: હલદર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લિમિટેડ કંપનીના સંચાલકોએ દેશભરનાં રોકાણકારોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. વડોદરાના રોકાણકારોનું લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવતા ડિરેક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રોકાણકારોએ જીલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

ડિરેક્ટર્સ સામે કાર્યવાહી સહિત પ્રોપર્ટી સીલ કરવા માગ કરાઈ

હલદર વિકાસ કો ઓપરેટિવ સોસાયટીના રોકાણકારો વડોદરા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચેલા રોકાણકારોએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતા. ત્યારબાદ અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે, તેમણે રોકાણ કરેલા પૈસા વહેલી તકે પાછા મળવા જોઈએ.

કલેક્ટરને આવેદનપત્ર અપાયું

આ પહેલા જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને પણ કરાઈ હતી રજૂઆત

આવેદનપત્ર પાઠવવા આવેલા રોકાણકારોના આગેવાન અને વકીલ ધર્મેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, હલદર ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા વડોદરા શહેર તેમજ જીલ્લાના અનેક લોકો પાસેથી નાણાં લીધા બાદ તેની ચુકવણી કરવામાં આવી નથી. જેને લઈને છેલ્લાં ઘણાં સમયથી લડત લઢવામાં આવી રહી છે. પરંતુ જીલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગને પણ રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવતાં આજે આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાય માટે માંગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.