ETV Bharat / city

વડોદરામાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઇ

author img

By

Published : May 12, 2020, 8:44 PM IST

વડોદરાના ગોત્રી હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સિંગ સ્ટાફે પ્રતિજ્ઞા લીધી હતી.

ETV BHARAT
વડોદરામાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી

વડોદરાઃ મંગળવારે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે, ત્યારે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલી નર્સની હિંમતને સલામ કરવાનું મન થાય છે. તેમણે જણાવ્યું હતું કે, કોવીડ-19 મહામારી શબ્દ સાંભળતાની સાથે જ એક પ્રકારનો ભય ઉભો થાય છે, પરંતુ એક નર્સ તરીકે કોરોનાને હરાવી આ જંગ જીતવી જ પડશે.

શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે નર્સિગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નર્સિંગ સ્ટાફે કોરોના વાઇરસની મહામારીમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

નર્સિંગ સ્ટાફે પ્રતિજ્ઞા લીધી કે, ‘હું ફ્લોરેન્સ નાઇટિંગલની 200મી જન્મ જયંતિ પ્રસંગે પ્રતિજ્ઞા લઉ છુ કે, કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં મારી નર્સ તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશ. હું મારા ઘરના સભ્યો અને સમાજના લોકોને ચેપ ફેલાય નહીં તે માટેની સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીશ. હું કોવિડ-19 અંતર્ગત વખતો વખતની સરકાર માર્ગદર્શિકાથી માહિતગાર બનીશ અને તેનુ પાલન કરીશ.’

ઉલ્લેખનીય છે કે, ગોત્રી હોસ્પિટલમાં જ કોરોના વાઇરસનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી આ નર્સિંગ સ્ટાફની કામગીરી ખૂબ જ મહત્વની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.