દ્વારકા: દ્વારકા ખંભાળિયા હાઇવે રોડ આવેલા બરડીયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બસ, બે કાર અને એક બાઈકનો અકસ્માત થયાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દર્દીને ખંભાળિયા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે મામલતદાર પોલીસનો કાફલો અને હોસ્પિટલના તમામ ડોક્ટરો ખડે પગે સેવામાં ઊભા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ફારૂક ભાઈએ જણાવ્યું કે, રોડ પર બે આખલા વચ્ચે બેસેલા હતા અંધારામાં બસ દ્વારા તેમને ટક્કર મારતા બસ રોડ પર આવેલ ડિવાઇડરને ઓળંગી રોડની બીજી બાજુ બસ પલટી ખાઈ ચૂકી હતી. રોડની બીજી બાજુ જુનાગઢની Swift કાર, અમદાવાદની ઇકો કાર અને એક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે.
આ એકસીડન્ટમાં સાત લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ ઇમરજન્સીમાં પહોચી વળવા ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં 15 ડોક્ટર અને 18 જેટલા સ્ટાફ નર્સને તૈયાર રાખવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તના હોસ્પિટલ પહોચવાની સાથે જ તેમની સારવાર સારું કરી દેવા માટે બધો હોસ્પિટલ સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો હતો.
મૃતકોના નામ
1. હેતલબેન અર્જુનભાઈ ઠાકોર (ઉં.વ.28, રહે.ગામ, પલસાણા કલોલ, ગાંધીનગર)
2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકોર (ઉં.વ.18, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
3. તાન્યા અર્જુભાઈ ઠાકોર (ઉં.વ.3) ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
4. રિયાજી કિશનજી ઠાકોર (ઉ.વ. 2, રહે. ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
5. વિરેન કિશનજી ઠાકોર (ગામ, પલસાણા,કલોલ, ગાંધીનગર)
6. ચિરાગ રાણાભાઈ બારિયા (ઉં.વ.26, રહે. બરડીયા, તા દ્વારકા)
7. એક અજાણી મહિલા
આ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા જામનગરથી ડોક્ટરની ટીમને ખાતે બોલવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી પણ થોડા સમયમાં ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.
આ પણ વાંચો: