તાપી: તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ખેડૂત ઉત્પન્ન સહકારી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લામાંથી તેમજ આસપાસના વિસ્તારમાંથી આવતા ખેડૂતોને ભીંડાના ભાવ ઓછા મળતા ગત રોજ ખેડૂતો વિફર્યા હતા અને બબાલ ઊભી થઈ હતી. જેમાં ખેડૂતો દ્વારા તોડફોડ કરી ભારે નુકશાન કરવામાં આવ્યું હતું. આજે ફરી હરાજીમાં ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા ખેડૂતો દ્વારા હરાજી બધ કરાવી મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા. કચેરી બહાર ભીંડા ફેંકી સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે ખેડૂત આગેવાનો વેપારીઓ અને તંત્ર વચ્ચે લાંબી વાટાઘાટો બાદ સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. આવતીકાલ થી રાબેતા મુજબ ઉપલી માર્કેટના ભાવ મુજબ હરાજી થશે તેવો નિર્ણય લેવાયો હતો.
આજે માર્કેટમાં ખેડૂતોને ભીંડાના ભાવ માત્ર 100 થી 150 રૂપિયા અપાતા ખેડુતો ઉગ્ર બનતા મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા હતા સાથે તેમની માંગને લઇ કલેકટરને નીચે બોલાવી પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માંગતા હતા. નાયબ કલેકટર નીચે આવી ખેડૂતોને સમજાવ્યા હતા સાથે ખેડૂત આગેવાનો અને વેપારીઓ સહિત એ.પી.એમ.સી ના પ્રમુખ અને કલેકટર સાથે મળી માર્કેટ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
ખેડુત રાકેશ ભાઈ ગામીતનું કહેવું છે કે, આજે માર્કેટમાં તદ્દન 100 રૂપિયા 20 કિલોના ભાવે અમારી પાસે ભીંડા માંગે એટલે અમે નથી આપ્યા અમે કલેકટરના ઓફિસના કેમ્પસમાં અમે ખાલી કરી નાખ્યાં છે. આજથી એમને કલેકટરે એવી બાંહેધરી આપી છે કે, અમારા 50 ગ્રામ કપાય છે તે 50 ગ્રામના પૈસા પણ આપવાની બાંહેધરી એમને આપી છે એટલે વેપારી લોકોએ પણ ધ્યાનમાં લેવાનું કે, અમને 50 ગ્રામના પણ પૈસા મળવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું.
વ્યારા એ.પી.એમ.સીના પ્રમુખ ગણેશ ચૌધરી એ જણાવ્યું હતું કે, આજે કલેકટર સાહેબની હાજરીમાં આવતી કાલથી માર્કેટ ચાલુ રાખવાની અને ઉપરથી જે બજાર હોય તે પ્રમાણે ભાવ આપવાનો અને હરાજી ચાલુ રાખવાની ખેડૂતોની ડિમાન્ડ એવી હતી કે, માર્કેટ બંધ કરી દેવામાં આવે ત્યારે કલેકટર સાહેબે એવો નિર્ણય લીધો કે માર્કેટમાં હરાજી ચાલુ રાખવાની અને જે ભાવ પડે તે એટલે ઉપર જે રીતનો ભાવ હોય તે રીતે વેપારી ભાવ આપી શકે વેપારીઓનું કહેવું છે કે, ઉપર બજારમાં ભાવ ના આવે તો અમે કઈ રીતે ભાવ આપીએ, જ્યારે ઉપર બજારમાં સારો ભાવ રહે છે, ત્યારે અમે 1500 અને 1400 પણ આપીએ છીએ તેવું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: