સુરત: કોંગ્રેસ નેતા અને લોક્સભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન આપ્યાને લઇને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતના માંડવી ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ માંડવી ચારરસ્તા ખાતે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજિત આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક સહિતના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢયું હતું. વલસાડ ના સાંસદ ધવલ પટેલ એ જણાવ્યું હતું કે, પોતાના સ્વાર્થ અને સત્તા મેળવવા માટે કોંગ્રેસ વર્ષોથી દેશવાસીઓની લાગણી અને વિશ્વાસ ને તોડવાનું કાર્ય કરે છે. જે આજે પ્રત્યેક નાગરિક સારી રિતે જાણે છે. સુરતના માંડવી મુકામે પાર્ટીના આગેવાનો અને ઉર્જાવાન કાર્યકરો સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: