વડોદરાઃ શહેરની દિકરીઓએ ગુજરાતનું નામ (Indian women cricket team)રોશન કર્યું છે. વડોદરાની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ થયો છે. યાસ્તિકા ભાટિયાનો વનડે અને T -20 ક્રિકેટ ટીમમાં(two women cricketers from Vadodara)પસંદગી થઇ છે. રાધા યાદવની T-20 ફોર્મેટમાં પસંદગી થઇ છે. શ્રીલંકા સામેની શ્રેણી માટે બન્ને ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ બન્ને મહિલા ક્રિકેટર બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી રમી રહી છે.
આ પણ વાંચોઃ મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા
યાસ્તિકાની વર્લ્ડ કપમાં થઇ હતી પસંદગી - યાસ્તિકા ભાટિયાને ક્રિકેટ પ્રત્યે નાનપણથી જ લગાવ છે. તેણે 11 વર્ષની ઉંમરમા જ વડોદારાની અંડર-19 મા જગ્યા મેળવી લીધી હતી. 21 વર્ષની યાસ્તિકાએ ગત (2 women cricketers from Vadodara)વર્ષે ઇન્ટરનેશનલ વન - ડે, T-20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્ત્વ છે. યાસ્તિકા BCA અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે. ICC વિમેન્સ વન - ડે ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2022 માટે પણ યાસ્તિકાની પસંદગી થઇ હતી. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ થયો હતો.
આ પણ વાંચોઃ જામનગરની બે મહિલા ક્રિકેટર બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સામેલ
મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી - ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. તે 23 વર્ષથી ક્રિકેટ રમે છે. ભારતને અનેક મહત્વની મેચો જિતાડીને તેણે ગૌરવ અપાવ્યું છે. જે બાદ નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. T-20માં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલા હરમનપ્રિતને વનડે ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી છે, જ્યારે સ્મૃતિને વાઇસ કેપ્ટનશિપ સોંપાઇ છે.