વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઈ તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા (Indian National Congress Spokesperson) દ્વારા કોંગ્રેસનું કામ બોલે છે. તે અંતર્ગત વડોદરા પ્રભારી પંકજ રાવલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી. ગુજરાતમાં ક્યારે ત્રીજા પક્ષને સ્થાન નથી અને ગમે તેટલી વખત વિપક્ષમાં બેસવું પડે પરંતુ ક્યારે ગઠબંધન નહીં કરીએ તેવું જણાવ્યું હતું.
શહેરમાં વિવિધ સમસ્યાનો કોઈ નિકાલ નહીં આલોક શર્માનું 'કોંગ્રેસનું કામ બોલે છે' કેમ્પેઇન અંતર્ગત નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી. એક ફ્લાય ઓવર વર્ષોથી અધુરો (Flyover in Vadodara incomplete for years) છે. વડોદરામાં એઇમ્સની જાહેરાત થઈ પણ એઇમ્સ અન્ય શહેરમાં ગઈ. વડોદરામાં કરોડનું ડ્રગ્સ ઝડપાયું (Drugs worth crores seized in Vadodara) તે બતાવે છે કે મુન્દ્રા પોર્ટ પર નહીં. શહેરોમાં પણ ડ્રગ્સ બને છે. વડોદરા સ્વચ્છતા ક્રમાંકમાં પણ પાછળ (Vadodara lags behind cleanliness ranking) ધકેલાયું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ ( Vadodara Vishwamitri River Purification) પણ થયું નથી. મેયરના વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યા (Contaminated water problem in mayor ward) છે. ગુજરાતમાં કાયમી નોકરીઓનો અભાવ છે. વારંવાર સરકારી પરીક્ષાઓના પેપર લીક થાય છે.
ભાજપ આજે વિદાય યાત્રા કાઢી રહી છે ભાજપને 450નો ગેસ નો બોટલ મોંઘો લાગતો હતો. આજે 1100નો ગેસનો બોટલ સસ્તો લાગે છે. આ છે ગુજરાતનો વિકાસ! એમ.એસ. યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કરતા મોટું કેમ્પસ ધરાવે છે. મોદીજીએ પોલિટિકલ સાયન્સનું અહીંયા ભણ્યા હોવાની વાત સાંભળી છે તો એમ.એસ.યુનિવર્સિટીમાં કર્મચારીઓને પી.એફ અને કાયમી નોકરી મળતી નથી. આ સાથે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની (Global Hunger Index) ખબર આવી. જેમાં આપણે બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશો કરતા પાછળ છે. ભાજપ કયા વિષયની ગૌરવ યાત્રા રેલી કાઢે છે. આજે ભાજપ પોતાની વિદાય યાત્રા કાઢી રહી છે. આ સાથે કોરોનાની મહામારીમાં આપણે વેક્સીન અને ઓક્સિજન પ્રોડ્યુસર હતા તેમ છતાં લાખો લોકો મર્યા હતા.
આ સરકારમાં માત્ર ઉધોગપતિઓનો વિકાસ તમે એવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આપ્યા જેના પર ઘણા કેસો થયેલા છે. ભાજપે ફક્ત ઉદ્યોગપતિઓનો વિકાસ કર્યો છે. વર્લ્ડ બેન્ક સહિતની બેન્કોએ IMFમાં ભારતને નીચલો ક્રમ આપ્યો છે. 80 કરોડ લોકોને ફક્ત 5 કિલો રાશન મળે છે. આને વિકાસ કહેવાય, ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગઇ છે. અગ્નિવીરના નામે યુવકોની કાયમી ભરતી રોકી દેવાઈ છે. દેશમાં ચિતા લાવવાથી વિકાસ નહીં થાય. 20 લાખની આસપાસ લમ્પી વાયરસને કારણે ગાયના મોત થયા છે. આ સાથે સુપ્રીમ કોર્ટમાં નોટબંધી મામલે ઝાટકણી કાઢી હતી. એક તરફ કોંગ્રેસ લોકોને અધિકાર અને ક્રાંતિ આપે છે. ભાજપની સરકાર દમન અને ધર્મના નામે લોકોને ભ્રમ માં રાખે છે.
ઇલેક્શન કમિશન ભાજપના ઇશારે કામ કરે છે આલોક શર્માનું ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાહેબની યાત્રાઓ બાકી હશે એટલે ગુજરાતની ચૂંટણી જાહેર થઈ નથી. હિમાચલમાં વાતાવરણનું બહાનું ઇલેક્શન કમિશન કરે છે, કેટલીક વાર ખરાબ વાતાવરણ ધરાવતા રાજ્યો માં 40 દિવસનો ગેપ હોતો નથી. ઇલેક્શન કમિશન ભાજપના ઇશારે કામ ( Election Commission works on BJP Order) કરી રહ્યું છે. આ સાથે પક્ષ પલટુઓ અંગે સવાલ કરતા જણાવ્યું હતું કે, ઉમેદવારો જીતીને ભાજપમાં જઈ રહ્યા છે. એવું નથી કે કોંગ્રેસ પક્ષમાં જ આવું થાય છે. અન્ય પક્ષમાં પણ લોકો વેચાઈ જાય છે. કેટલાક રાજ્યોમાં ભાજપના ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાય છે. કોંગ્રેસમાં વિચારધારાવાળા ઉમેદવારો અંગે હાઈ કમાન્ડને વાત કરાઈ છે.
આપ ભાજપની બી ટીમ આ ચૂંટણીમાં ભાજપ આપ પાર્ટીનો ઉપયોગ કરે છે, સત્યેન્દ્ર જૈનને જેલ થઈ તે દિવસે ભાજપે ગુજરાત પર ધ્યાન આપ્યું હતું. ભાજપે આપને દબાવી પોતાની સાથે કરી લીધી, ત્યાં ઇલેક્શન આવે છે. ત્યાં આપ પર્ટીને ઉતારવામાં આવી આપ પાર્ટી ભાજપના પૈસે ચૂંટણી લડી રહી છે. વડાપ્રધાનની માતાના અપમાન અંગે સવાલ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનની માતા હંમેશા સન્માનીય હોય છે, પરંતુ મોદીજીએ સોનિયા ગાંધી માટે પણ એલ ફેલ નિવેદનો કર્યા છે. હવે એ જ વાક્યો તેમને પરત મળી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા હોય કે મોદી અસભ્ય નિવેદનો ન હોવા જોઈએ તેવું જણાવ્યું હતું.