- વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એક પહેલા
- રાજ્યના 9 સ્થળે ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુલ લોકાર્પણ કરાયું
- રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા અને સી. આર. પાટિલ રહ્યા હાજર
વડોદરા: વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં 9 સ્થળો પર કોવિડ મહામારીની સારવારમાં જરૂરી એવા ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં BJPના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા અને સી. આર. પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે રશિયાની કંપની બનાવશે ઓક્સિજન પ્લાન્ટ
29 પ્લાન્ટ થયા છે બીજા નવા 9 કર્યા
વડોદરા અકોટા સ્થિત સર સયાજીરાવ નગરગૃહ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોદાય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરાનાં મેયર, ડેપ્યુટી મેયર, પ્રદેશ મહામંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઓનલાઈન લોકાર્પણમાં જોડાયા હતા.
9 પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું
આ અગાઉ વિવિધ સ્થળોએ 29 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. વધુ 9 પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના ડેસર, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર, આણંદ, નવસારી અને ભાદરણ કહતની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ 9 પ્લાન્ટ સાથે કુલ 38 ઓક્સિજન VYO દ્વારા પ્લાન્ટ સમાજ સેવા માટે ઉભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરત તેમજ તાપી જિલ્લાની હોસ્પિટલોને સહકારી મંડળીઓએ કરી રૂ. 21 લાખની મદદ કરી
મહામારીના સમયમાં કરેલા માનવ સેવાને બિરદાવી
બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા વર્ચ્યુઅલી જોડાયા હતા અને તેમણે VYO દ્વારા કોરોના મહામારીમાં શરૂ કરેલી ઓક્સિજન પ્લાન્ટની સેવાને બિરદાવી હતી. 15 દેશોમાં તેમજ દેશના 45 શહેરોમાં કાર્યરત સંસ્થા VYOના કાર્યકર્તાઓ તેમની મહામારીના સમયમાં કરેલા માનવ સેવાને બિરદાવી હતી. જે.પી. નડ્ડાએ કોરોના સંક્રમણ કાળમાં દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી આપી હતી.