વડોદરાઃ ગાંધી જયંતિના દિવસે સરકાર દ્વારા અનેક નવા કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના કરજણ તાલુકાના મિયાગામમાં સુમેરુ હોસ્પિટલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવતના હસ્તે શ્રીમતી માલિની કિશોર સંધવી હોસ્પિટલ અને એજ્યુકેશનલનું 2 જી ઓક્ટોમ્બરનાં રોજ વિકાસ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરકારના જુદાં જુદાં વિભાગોમાંથી તેમજ આરોગ્ય વિભાગ સંકલિત બાલ વિકાસ કાર્યક્રમ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોમાં કુપોષણ એ દરેક દેશની ગંભીર સમસ્યા છે. કુપોષિત બાળકો જે-તે દેશ કે રાજયની છબી છતી કરે છે. માલ ન્યૂટ્રેશન રિસર્ચ પ્રોગ્રામ કરજણ તાલુકાના કુપોષિત બાળકોને આરોગ્યની સેવાઓ આપશે.
ભારત અને ગુજરાતમાં પ્રથમ એક એવું સંશોધન કાર્ય જે સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગોના જીવનમાં હોમિયોપેથિક મેડિસીન એક કારગર પુરવાર થઇ રહી છે. જે સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ બાળકોને ડોક્ટર છેલ્લે એમ કહે કે, હવે આમાં કંઈ થઈ શકે એમ નથી. ત્યારે આ મેડિસિન અને થેરાપી કામ લાગશે.
આ એક નવુ જ સંશોધન સેરેબ્રલ પાલ્સી બાળકોને હોમિયોપેથિક મેડિસિન અને થેરાપી બાળકોને જિંદગીને જીવવા નવો ઉત્સાહ પૂરો પાડશે એ ચોક્કસ છે.