વડોદરાઃ જ્યારે ભાજપ દ્વારા એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે યુથ કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બેરોજગાર દિન મનાવવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતે રોજગારીની ભીખ માંગી નારાજગી દર્શાવવા માટે યુથ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયાં હતા.
આ દરમિયાન 7 કરતા વધુ કાર્યકર્તાઓની સયાજીગંજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ડિગ્રી સર્ટિફિકેટ સાથે બેઠેલા કાર્યકરોનો આક્ષેપ છે કે કેન્દ્રના મોદી ભાજપના શાસનમાં યુવા બેરોજગાર વધ્યો છે ત્યારે આજે ભીખ માંગીને બેરોજગાર દિવસ મનાવવામાં આવ્યો હતો. યુવાઓ સર્ટિફિકેટ સાથે ભાજપના શાસનમાં બેરોજગાર વધ્યો છે. ત્યારે કોંગી યુવાનો દ્વારા મોદીના જન્મદિવસ પર ભીખ માંગીને બેરોજગાર દિવસ મનાવવામાં આવ્યો હતો