ETV Bharat / city

વડોદરામાં VYOએ 1 લાખ પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ સ્ટિક પહોંચાડી

author img

By

Published : May 8, 2021, 4:03 PM IST

વડોદરામાં આવેલા માંજલપુર વ્રજધામ સંકુલમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી VYO દ્વારા દેશના 26 શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને 18.51 કરોડ રૂપિયાની સ્માર્ટ સ્ટિક પહોંચાડવામાં આવી છે. સેવા સંકલ્પ અંતર્ગત બિઈંગ બ્લાઈન્ડ બિઈંગ સ્ટ્રોંગર અભિયાન અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓને આ સ્ટિક પહોંચાડવામાં આવી રહી છે.

વડોદરામાં VYOએ 1 લાખ પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ સ્ટિક પહોંચાડી
વડોદરામાં VYOએ 1 લાખ પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ સ્ટિક પહોંચાડી
  • દેશના 26 શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને પહોંચાડાઈ સ્માર્ટ સ્ટિક
  • બિઈંગ બ્લાઈન્ડ બિઈંગ સ્ટ્રોન્ગર અભિયાન હેઠળ અપાઈ સ્માર્ટ સ્ટિક
  • વડોદરામાં માંજલપુર વ્રજધામ સંકુલમાં પ્રજ્ઞાચક્ષુઓને અપાઈ સ્માર્ટ સ્ટિક

વડોદરાઃ સનાતન વૈદિક ધર્મના આચાર્યમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગતગુરુ વલ્લભાચાર્યજીનો 544મો પ્રાગટ્ય ઉત્સવ વિશ્વભરમાં સમસ્ત વૈષ્ણવ સમુદાય આનંદભેર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાના માંજલપુર વ્રજધામ સંકુલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી VYO દ્વારા સેવા સંકલ્પ અંતર્ગત બિઈંગ બ્લાઈન્ડ બિઈંગ સ્ટ્રોંગર અભિયાનમાં ભારતના 26 શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને 18.51 કરોડના કિંમતના સ્માર્ટ સ્ટીક પ્રદાન કરવામાં આવી હતી.

દેશના 26 શહેરોમાં પ્રજ્ઞાચક્ષુઓને પહોંચાડાઈ સ્માર્ટ સ્ટિક

આ પણ વાંચોઃ જામનગરમાં કોવિડ હોસ્પિટલ પાસે સેવાભાવી ગ્રુપ દ્વારા ફ્રુટ, પાણી અને છાશનું વિનામૂલ્યે વિતરણ

વૈષ્ણવચાર્ય વ્રજરાજકુમારના સાંનિધ્યમાં કરાયું વિતરણ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારના સાંનિધ્યમાં પ્રજ્ઞાચક્ષુઓને અતિજરૂરી એવી આધુનિક સ્ટિક આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના ભાજપ શહેર પ્રમુખ વિજય શાહ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા.

બિઈંગ બ્લાઈન્ડ બિઈંગ સ્ટ્રોન્ગર અભિયાન હેઠળ અપાઈ સ્માર્ટ સ્ટિક

આ પણ વાંચોઃ પાટણમાં યુવાનો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં સંતરાના જ્યુસનું વિતરણ

પ્રજ્ઞાચક્ષુઓને આત્મનિર્ભર બનાવવા સ્ટિક અપાશે

VYOના સેવા સંકલ્પ હેઠળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ભારતભરમાં 1 લાખ જેટલા પ્રજ્ઞાચક્ષુઓને આધુનિક સુવિધા ધરાવતી સ્માર્ટ સ્ટિક આપવામાં આવશે. 18.51 કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં 26 જેટલા શહેરના પ્રજ્ઞાચક્ષુઓને આત્માનિર્ભર બનાવતી સ્માર્ટ સ્ટીક વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.