ETV Bharat / city

વડોદરા ધર્માતરણ મુદ્દે મહત્વના ખુલાસા, આફમી ટ્રસ્ટે 100 મસ્જીદો બનાવવા વાપર્યું કરોડોનું ભંડોળ - The Afmi Trust used crores of funds to build 100 mosques

ઉત્તરપ્રદેશના ધર્માતરણ કેસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, ત્યારે તેમાં નવા-નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આફમી ટ્રસ્ટની તપાસ કરી રહેલી વડોદરાની SOGની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આફમી ટ્રસ્ટને મળેલી 7.27 કરોડની રકમનો ઉપયોગ 100 કરતા વધુ મસ્જિદો બનાવવામાં થયો હતો.

વડોદરા ધર્માતરણ મુદ્દે મહત્વના ખુલાસા
વડોદરા ધર્માતરણ મુદ્દે મહત્વના ખુલાસા
author img

By

Published : Aug 27, 2021, 7:36 PM IST

  • આફમી ટ્રસ્ટને મળેલી 7.27 કરોડની રકમનો ઉપયોગ 100 કરતા વધુ મસ્જિદો બનાવવામાં થયો
  • આફમી ટ્રસ્ટની તપાસ કરી રહેલી વડોદરાની SOGની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો
  • તપાસમાં સંખ્યાબંધ નાણાંકીય હેરાફેરીના પુરાવા મળી આવ્યા છે

વડોદરા- ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આફમી ટ્રસ્ટની તપાસ કરી રહેલી વડોદરાની SOGની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં ખુલ્યું છે કે, આફમી ટ્રસ્ટને મળેલી 7.27 કરોડની રકમનો ઉપયોગ 100 કરતા વધુ મસ્જિદો બનાવવામાં થયો હતો. જેમાં ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા 5 રાજ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- વડોદરા ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન શેખના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસની ટીમ સલાઉદ્દીન અને મૌલાના ઉમરની કસ્ટડી માટે ઉત્તરપ્રદેશ રવાના

પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થતા વડોદરા પોલીસની ટીમ સલાઉદ્દીન અને મૌલાના ઉમરની કસ્ટડી માટે ઉત્તરપ્રદેશ રવાના થઇ છે. આ સાથે જ આરોપીઓ સાથે સંપર્ક ધરાવતા લોકોની તપાસ માટે પણ ટીમોને રવાના કરવામાં આવી છે.

વડોદરા ધર્માતરણ મુદ્દે મહત્વના ખુલાસા

SOGએ આફમી ટ્રસ્ટની ફાઇનાન્સિયલ ઓડિટ કરાવી હતી

આ ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીની તપાસમાં થયેલા ખુલાસા પર નજર કરીએ તો આફમી ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ થયો છે. દોઢ મહિનાથી વધુની તપાસના અંતે SOGએ સલાઉદ્દીન, મૌલાના ઉમર, ગૌતમ એહમદ સહિતના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. SOGએ આફમી ટ્રસ્ટની ફાઇનાન્સિયલ ઓડિટ કરાવી હતી, જેમાં સંખ્યાબંધ નાણાંકીય હેરાફેરીના પુરાવા મળી આવ્યા છે.

SOGની રડારમાં ભરૂચ અને દિલ્હીના હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢી આવ્યા છે

આફમી ટ્રસ્ટના ટેલી સોફ્ટવેરના એકાઉન્ટ અને ઈન્કમટેક્સમાં ફાઈલ કરેલા હિસાબમાં ભારે તફાવત જોવા મળ્યો છે. SOGની રડારમાં ભરૂચ અને દિલ્હીના હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢી આવ્યા છે. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, મૌલાના ઉમર બેથી ત્રણ વખત વડોદરા આવ્યા પછી આફમી ટ્રસ્ટમાં વિદેશથી મોટી રકમ જમા થઈ, તો વડોદરાનો સલાઉદ્દીન શેખ, CAA વિરૂદ્ધના પ્રદર્શન સમયે દિલ્હી ગયાના પુરાવા પણ મળ્યા છે.

આ પણ વાંચો- Illegal Conversion: સમગ્ર દેશમાંથી 450 લોકો UP STFના રડાર પર

વિધવાઓની સહાય અને મેડિકલ કેમ્પ માટે વિદેશથી દાન મેળવ્યું છે

FCRA અંતર્ગત 19 કરોડ વિદેશથી મંગાવી તે ઉદ્દેશથી વિપરીત રકમ વાપરવામાં આવી છે. વિધવાઓની સહાય અને મેડિકલ કેમ્પ માટે વિદેશથી દાન મેળવ્યું છે, પરંતુ રકમ CAAના પ્રદર્શન અને કોમી તોફાનમાં પકડાયેલાની કાનૂની મદદ માટે આ રકમ વાપરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.