- વિશ્વામિત્રી નદી બાબતે મહત્વનો ચુકાદો
- ગેરકાયેદસર દબાણનુ થશે મેપિંગ
- નદીનીમ આજુબાજુની ગંદકી સાફ કરવા આદેશ
વડોદરા: શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અંગે છેલ્લા કેટલાક વર્ષોથી લડત આપી રહેલા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ અને તેમની ટીમ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં વિશ્વામિત્રી નદીને પુનઃજીવીત કરવા કેસ દાખલ કર્યો હતો. આ અંગેનો ચુકાદો તાજેતરમાં આવ્યો છે અને તેમને એમામ જીત મળી છે.
નદીની આસપાસ ગંદકી
રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે વડોદરા મધ્યમાંથી પસાર થતી વિસ્તારમાંથી નદી પાવાગઢ થી શરૂ થઈ પિગલવાડા સુધી પહોંચે છે તેનું સેટેલાઈટ મેપ ઇન કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.વિશ્વામિત્રી નદી પુનઃજીવીત કરવા અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ મૃદ્દાઓ હતા કે વિશ્વમિત્રી નદી અને તેની આસપાસ જમીન ઉપર બિલ્ડીંગ બંધાઈ રહ્યા છે એટલું જ નહીં કેટલીક જગ્યાએ કોર્પોરેશન પોતે વિશ્વામિત્રી નદીના પટમાં કચરો ઠાલવી નદીની આસપાસ પ્રદુષણ ફેલાવી રહી છે.
આ પણ વાંચો : વિશ્વામિત્રીની ગંદકીનો પ્રશ્ન ફરી એક વાર પાલિકાની સામે
દબાણ હટાવવા આદેશ
વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન પોતે જ ગંદુ પાણી ઠાલવી ને પ્રદુષિત કરી રહી છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કેસ ચાલી રહ્યા હતોય જેમાં હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ગેરકાયદે બાંધકામ અને જે નદી પટમાં કચરો નાખીને સંપર્ક કર્યો છે તેનો મેપ ઇન કરવા આદેશ કર્યો છે તેની સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી નહીં છોડવું તેવા આદેશ આપવામાં આવ્યા છે. અરજદાર તમામ બાકી રહેતા મુદ્દાઓને બે અઠવાડિયામાં રજૂઆત કરી શકે છે જેના પર સંબંધિત અધિકારીઓને ત્રણ મહિનામાં કાર્યવાહી પૂર્ણ કરવાની પણ રહેશે.
આ પણ વાંચો : વડોદરાઃ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરના વિસ્તારની સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ