- વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર ઝુપડા દૂર કરાયા વાની કાર્યવા
- ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ની ટીમ દ્વારા ૫ ગેરકાયદેસર ઝુપડાને હટાવાયા
- જે.સી.બી તેમજ કટર સહિતના ઉપકરણોની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી
વડોદરાઃ શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી જુની આરટીઓ ઓફિસની પાછળ લક્ષ્મીપાર્ક સોસાયટી પાસે ટી.પી 5 અને ફાઇનલ પ્લોટ 57 માં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મંગળવારે મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની ટીમ દબાણ શાખાને સાથે લઈને પહોંચી હતી. જ્યા ટીમ દ્વારા 5 ગેરકાયદેસર ઝુપડા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સાવચેતીના ભાગરૂપે પોલીસને સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી
કાર્યવાહી સ્થળે વડોદરા ફાયર ઇમર્જન્સી વિભાગની ટીમ તેમજ વીજ નિગમના કર્મચારીઓ અને સાવચેતીના ભાગરૂપે વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યો હતો.
ઝુપડા ખાલી કરવાનું કહેતાં તું.. તું.. મેં..મેં.. ના દ્રશ્યો સર્જાયા
ગેરકાયદેસર ઝુપડા બનાવીને રહેતા લોકોને ઝુપડા ખાલી કરવાનું કહેતાં તું.. તું.. મેં..મેં.. ના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અને દબાણ શાખાના કર્મીઓએ દરમિયાનગીરી કરતાં અંતે દબાણકર્તાઓએ પોતાના ઝુંપડા અંદરની ચીજ વસ્તુઓ બહાર કાઢી લેતાં ઝૂંપડાઓને દૂર કરવાની કાર્યવાહી જે.સી.બી તેમજ કટર સહિતના ઉપકરણોના મદદથી હાથ ધરવામાં આવી હતી.