- વડોદરામાં ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) તોડવું યુવતીને ભારે પડ્યું
- વડોદરા શહેર પોલીસે (Vadodara City Police) શેર કર્યો એક વીડિયો
- ક્યારેક નાની ભુલ આપી શકે છે મોટી સજા
વડોદરાઃ રોજીંદા જીવનમાં વાહનનો ઉપયોગ ખૂબ જ જરૂરી બન્યો છે. નોકરી-ધંધા, અભ્યાસ અથવા કોઈ પણ પ્રકારના કામ માટે વાહનનો ઉપયોગ કરતા લોકો કેટલીક વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન (Violation of Traffic Rules) કરી દે છે. ટ્રાફિક નિયમો (Traffic Rules) તોડવાના કારણે અનેક વખત ભયાનક અકસ્માત પણ સર્જાયા છે. ત્યારે વડોદરામાં પણ આ જ રીતે એક યુવતી સિગ્નલ તોડીને પોતાનું વાહન લઈને જઈ રહી હતી. તે દરમિયાન જ તે અચાનક એક કાર સાથે અથડાતા નીચે પટકાઈ હતી. ત્યારે વડોદરા શહેર પોલીસે (Vadodara City Police) સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો શેર કરીને લોકોને ટ્રાફિક નિયમોનું (Traffic Rules) પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ પોલીસે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે. આપ પોતે જ જુઓ.
આ પણ વાંચો-ટ્રાફિક પોલીસ પકડે તો રોકડા નથી, એવું બહાનું નહી ચાલે - અમદાવાદ પોલીસ મશીન દ્વારા સ્થળ પર જ દંડ લેશે
વીડિયો શહેરના ભીમનાથ બ્રિજ પાસેના ક્રોસિંગનો છે
ટ્રાફિક પોલીસે શેર કરેલો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. એક યુવતીના સિગ્નલ ક્રોસિંગનો વીડિયો (Signal crossing video) પોસ્ટ કરીને આ રીતે રોડ ક્રોસ કરવું કેટલુ જોખમી છે. તે માટે પોલીસે લોકોને સાવધાન કર્યાં છે. અનેક વખત સમજાવવા છતાં જનતામાં જાગૃતિ ન આવવાથી પોલીસ વિભાગ પણ જાગૃતતા લાવવા આ પ્રકારના વીડિયો શેર કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો વડોદરા શહેરનાં ભીમનાથ બ્રીજ (Bhimnath Bridge) પાસેના ક્રોસિંગનો છે.
આ પણ વાંચો- મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત, ઓવર સ્પીડ પર લગાવશે અંકુશ
ક્યારેક નાની ભૂલ પણ મોટી સજા મળી શકે છે
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચાર રસ્તા પર સિગ્નલ (Traffic Signal) બંધ છે ત્યારે એક યુવતી સિગ્નલ તોડી રસ્તો ક્રોસ કરે છે. એક્ટિવા લઈને આવતી આ યુવતી સિગ્નલ પર ઉભેલી કાર સાથે ટકરાય છે. વડોદરા શહેર પોલીસે મુકેલા આ વીડિયોમાં જણાવાયું છે કે, સિગ્નલ તોડવું કેટલું ભયજનક છે. વડોદરા પોલીસે (Vadodara Police) વીડિયો શેર કરીને લખ્યું છે કે, સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે. જોકે, સદનસીબે આ વાહનચાલક યુવતીનો જીવ બચ્યો હતો. આ વીડિયો વડોદરા શહેર પોલીસ (Vadodara City Police) દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rule) અંગે વધુ જાગૃતિ આવે તે માટે શેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણે સૌ કોઈને કોઈ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોઈએ છીએ ત્યારે આ વીડિયો થકી એટલું સમજવું જરૂરી છે કે, ક્યારેક નાની ભૂલ પણ મોટી સજા આપી શકે છે.