ETV Bharat / city

હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટરો લાગ્યાં, લોકોને કેમ લાગી નવાઇ? - Vadodara BJP

કોંગ્રેસનાં ભૂતપૂર્વ યુવા નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલ આવતી કાલે ભાજપમાં જોડાય (Hardik Patel to Join BJP) તે પહેલા જ હાર્દિકનાં સ્વાગત માટે વડોદરામાં પોસ્ટર (Hardik Patel welcome posters) લાગ્યા છે. આ પોસ્ટરમાં (Vadodara BJP) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે હાર્દિક પટેલ જોવા મળી રહ્યા છે

હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટરો લાગ્યાં, લોકોને કેમ લાગી નવાઇ?

author img

By

Published : Jun 1, 2022, 7:02 PM IST

વ઼ડોદરા- આવતીકાલે કમલમ ખાતે હાર્દિક પટેલ કેસરિયો (Hardik Patel to Join BJP) ધારણ કરે તે પહેલા જ વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત (Hardik Patel welcome posters) કરવામાં આવ્યુ છે. શહેરના કારેલીબાગ (Vadodara BJP) સહિત અનેક વિસ્તારમાં “ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે” તેવા પોસ્ટરો લાગ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે હાર્દિક પટેલ નજરે પડે છે.

કોંગ્રેસનાં ભૂતપૂર્વ યુવા નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલ આવતી કાલે ભાજપમાં જોડાઇ રહ્યાં છે

આ પણ વાંચોઃ હાર્દિકના ભાજપ આગમન અંગે નીતિન પટેલ નારાજ કે ખુશ, તેઓ શું બોલી ગયાં?

હાર્દિક ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ - કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે (Hardik Patel to Join BJP) એવી ચર્ચાઓએ જોર પકડ્યું જ હતું. પરંતુ હવે તેઓ આવતીકાલે એટલે કે 2 જૂનના રોજ સત્તાવાર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. હાર્દિકના ભાજપ આગમનને લઇને કેટલાક નેતાઓમાં નારાજગી પણ છે ત્યારે આ પ્રકારે પોસ્ટર લાગતાં લોકોને નવાઇ લાગી છે.

આ પણ વાંચોઃ Hardik Patel to Join BJP : અલ્પેશ અને ધાર્મિકે શું કહ્યું જાણો, હાર્દિકના નિર્ણયને લઇને પાસમાં છેડાઇ ચર્ચા

ગત મહિને આપ્યું હતું રાજીનામું - 17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.