ETV Bharat / city

વડોદરામાં બીચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો - The scorpion gang

રાજ્યમાં ગુનાખોરીને ડામવા અમલમાં મુકાયેલા ગુજસીટોકના કાયદા હેઠળ સર્વ પ્રથમ વડોદરામાં બીચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેંગના 12 સાગરીતોની ધરપકડ કરી છે. જ્યારે ગેંગસ્ટાર મુખ્ય સુત્રોધારને ભાગેડુ જાહેર કરી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં બીચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો

author img

By

Published : Jan 20, 2021, 10:56 PM IST

  • રાજ્યમાં પ્રથમ ગુજસીટોક હેઠળ વડોદરામાં ગુનો નોંધાયો
  • 1998થી કાર્યરત કુખ્યાત બીચ્છુ ગેંગ સામે પ્રથમ ગુનો નોંધાયો
  • ગેંગના 12 સાગરીતોની ધરપકડ કરવામાં આવી

વડોદરાઃ રાજ્યમાં ગુનાખોરીને ડામવા અમલમાં મુકાયેલા ગુજસીટોકના કાયદા હેઠળ સર્વ પ્રથમ વડોદરામાં બીચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેંગના 12 સાગરીતોની ધરપકડ કરી છે. જ્યારે ગેંગસ્ટર મુખ્ય સુત્રોધ્ધારને ભાગેડુ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

મુખ્ય સુત્રધાર ગેંગસ્ટર-અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ ભુગર્ભમાં ઉતરી ગયો

તાજેતરમાં જ બીચ્છુ ગેંગના ત્રણ સાગરીતોએ ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે 2 લોકોને ચપ્પુની અણીએ લૂંટીયા હતા. ગુનાખોરીને ડામવા ગુજસીટોક હેઠળ બીચ્છુ ગેંગ સામે ગુનો નોંધી 12 ની ધરપકડ કરવામાં આવી છે. બીચ્છુ ગેંગનો મુખ્યસૂત્રધાર અસલમ બોડિયો ફરાર થતાં તેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

અગાઉ બીચ્છુ ગેંગ સામે મારામારી સહિતના અનેક ગુના નોંધાયા

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધાયો છે. શહેરની માથાભારે બીચ્છુ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકના ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો મુખ્યસૂત્રધાર અસલમ બોડિયા ભૂર્ગભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. માથાભારે ગુનેગારોને સબક શિખવાડવા અને ગુનાખોરી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજસીટોકનો કાયદો અમલમાં લવાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યાં છે પરંતુ વડોદરામાં આ કાયદા હેઠળ અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો ન હતો. દરમિયાન ટુંક સમય પહેલા જ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારે મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ ચપુની અણીએ બે લોકોને લૂંટી લીધી હોવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.

ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી

જેમાં બીચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મજુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી સૈયદની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અસલમ બોડિયાની બીચ્છુ ગેંગ સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારા-મારી, રાયોટીંગ, ખંડણી, લૂંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે, ત્યારે બીચ્છુ ગેંગે ફરી માથુ ઉંચતા પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે નવા અમલમાં મુકાયેલા ગુજસીટોક હેઠળ બીચ્છુ ગેંગ સામે ગુનો નોંધ્યો હતો અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બીચ્છુ ગેંગનો મુખ્યસુત્રધાર અસલમ બોડિયો ભુગર્ભમાં ઉતરી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.