ETV Bharat / city

ગુજરાત ભાજપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન, જાણો આ છે કારણ... - સી.આર.પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપ( Gujarat BJP )ને આજે બુધવારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ( World Book of Records ) દ્વારા એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (C R Paatil )ને એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર PAPના 8500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આથી 8500 ટેસ્ટ થતાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો હતો.

Gujarat BJP got World Book of Records award
ગુજરાત ભાજપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
author img

By

Published : Sep 22, 2021, 9:47 PM IST

  • વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને USAમાં સ્થાન મળ્યું
  • એક જ દિવસમાં 8500 સર્વાઇકલ કેન્સર PAPના ટેસ્ટ થયા
  • કમલમ ખાતે અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi ) જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપ ( Gujarat BJP ) દ્વારા મેડિકલ સેલ અને મહિલા મોરચાએ સાથે મળીને 170 ડોક્ટરની ટીમ અને 400 જેટલા બીજા સહાયકોની ટીમ સાથે ગુજરાતમાં મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર PAPના ટેસ્ટ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસમાં 8500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સી.આર. પાટીલે ડરબનનો રેકોર્ડ તોડ્યો

સર્વાઇકલ કેન્સર PAPના એક જ દિવસમાં 8,500 ટેસ્ટ થતાં ગુજરાત ભાજપનું સ્થાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ( World Book of Records )લંડન અને યુનાઇટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ USAમાં મળ્યું છે. આ અગાઉ આ રેકોર્ડ ડરબન ખાતે 2,000 મહિલાઓનો હતો, ત્યારે આ રેકોર્ડ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નામે થયો છે. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(C R Paatil )ને પ્રદેશ કાર્યાલય કમલમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અનેક આગેવાનો રહ્યા હતા હાજર

ગાંધીનગર કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત ડૉક્ટર સેલના સંયોજક ધર્મેન્દ્ર ગજ્જર, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ.દીપિકા સરડવા સહિત ડૉક્ટર સેલ અને મહિલા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Gujarat BJP got World Book of Records award
ગુજરાત ભાજપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

દિવ્યાંગ શાળામાં કેક કાપીને વડાપ્રધાનના જન્મદિનની કરી ઉજવણી

સુરતના એક દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ સવારે સુરતની દિવ્યાંગ શાળામાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ દિવ્યાંગ બાળકોને મળ્યા હતા અને કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. જ્યારબાદ દિવસ દરમિયાન તેઓ સુરતના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે રૂબરૂ મળીએ ઉદ્યોગો અંગેની ચર્ચા-મંત્રણા પણ કરશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.