વડોદરા: વડોદરા શહેર યુથ કોંગ્રેસે વડોદરા કમિશ્નરને પત્રમાં (Youth Congress wrote a letter to the Collector) અસિત વોરા સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12મી ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ. હિંમતનગરમાં પ્રાંતિજનાં કોઇ ફાર્મ હાઉસમાંથી એક દિવસ અગાઉ શનિવારે જ પેપર લીક થયુ હોવાનું સામે આવ્યું છે અને ઉમેદવારો પાસે 10થી 12 લાખ રૂપિયામાં પેપર પહોંચ્યુ હોવાની ફરીયાદને પગલે પોલીસે આરોપીને પકડ્યાં છે, પરંતુ મુખ્ય આરોપીને છાવરવાનાં પ્રયત્ન થઇ રહ્યો હોય તેવુ લાગે છે.
યુથ કોંગ્રેસનાં કાર્યકર યમરાજનો વેશ ધારણ કરીને આવેદનપત્ર આપવા આવ્યા
ગૌણ સેવા પસંદગી મંડળની સરકારી સંસ્થામાં અધિકારી અસિત વોરાનાં કાર્યકાળ દરમિયાન અનેક વખત સરકારી નોકરી માટે લેવાતી પરિક્ષાનાં પેપર અગાઉ પણ ફુટ્યા છે, આ માટે તાત્કાલિક ધોરણે અસિત વોરા વિરૂદ્ધ સરકાર દ્વારા પોલીસ ફરિયાદ (Demand for police complaint against Asit Vora) થવી જોઇએ અને ગુજરાતનાં યુવાનોને ન્યાય મળવો જોઇએ. મહત્વની વાત એ છે કે, યુથ કોંગ્રેસનાં કાર્યકર યમરાજનો વેશ ધારણ કરીને આવેદનપત્ર આપવા આવ્યા હતાં.
કોંગ્રેસ પાર્ટી લડી લેવાનાં મૂડમાં
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડો.રધુ શર્માએ જણાવ્યું હતુ કે, જે મોટી માછલી છે, તેના પર બીજેપી કાર્યવાહી કરતી નથી. તેને બચાવાનું કામ કરી રહી છે. વધુમાં ઉર્મેયુ કે ચેરમેન વિરૂદ્ધ બીજેપી કાર્યવાહી શા માટે નથી કરતી કારણ કે, તે તેની પાર્ટીનો કાર્યકર્તા છે. આ સિવાય અન્ય નામાંકિત વ્યક્તિઓ જે બીજેપીની સાથે છે, તેને બચાવવા માટે નાના માણસો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે, પરંતુ મોટી માછલીને કેમ પકડાતી નથી, આમ કોંગ્રેસ પાર્ટી લડી લેવાનાં મૂડમાં છે, પરંતુ ભાજપ આ મામલે મગનું નામ મરી પાડતું નથી.
આ પણ વાંચો:
GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત