વડોદરા: શહેરમાં આ વર્ષે કોરોનાને કારણે ઉત્તરાયણમાં ગ્રહણ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે કેટલાક પ્રતિબંધો(Government's new guideline in Uttarayan) લાદવામાં આવ્યા છે. ઉત્તરાયણના સમયે વડોદરામાં ગેંડીગેટ વિસ્તારમાં પતંગ બજારમાં આ વખતે ગ્રાહકોની સંખ્યામાં ઉણપ જોવા મળી રહી છે. વેપારીઓને આ વખતે 50 ટકા જેટલુ જ વેચાણ થયું છે, તે પણ પડતર કિંમતે વેચી રહ્યા છે.
પતંગોના ભાવમાં વધારો
કોરોનાકાળને લઈને ચાલુ વર્ષે પતંગના કાગળ, કારીગરોની મજૂરીમાં વધારો થયો છે. પતંગના વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પતંગના ભાવોમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. બજારમાં એક કોડી પતંગના ભાવ 90 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધી છે. પડતર ભાવે પતંગો વેચવા છતાં પણ ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
70 ટકા માલ વહેંચાયો નથી
વેપારીઓએ મોંઘા ભાવે પતંગોનો માલ ખરીદ્યો છે જોકે, કોરોનાને લઈને સરકારે ઉત્તરાયણમાં પ્રતિબંધો લાદવામા આવતા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે ખરીદેલો પતંગનો 70 ટકા જેટલો માલ હજી સુધી વેંચાયો નથી. આ પરથી લાગી રહ્યું છે કે, બજારમાં ભયંકર મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેના કારણે વેપીરીઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : Government's new guideline in Uttarayan: પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો
આ પણ વાંચો : Kite with Image of PM Modi : કોંગ્રેસ અને ‘આપ’નો પેચ કાપવા ભાજપ ઉડાડશે પીએમ મોદીની છબિવાળા 25 લાખ પતંગ