- વડોદરા GMERS ડોકટર એસો.દ્વારા વિરોધ પ્રદર્શન
- ગોત્રી હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું
- કાળી પટ્ટી ધારણ કરી તબીબોએ નોંધાવ્યો વિરોધ
- પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધ
વડોદરા: સાતમા પગાર પંચ,N.P.એ ભથ્થું સહિતની વિવિધ માંગણીઓને લઈને ગોત્રી GMERS હોસ્પિટલ (Gotri Gmers Hospital)ખાતે GMERS ડોકટર એસોસિએશનના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં આજથી વિરોધ પ્રદર્શનનો (Gmers Doctor Protest) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતના GMERS ડોકટર્સ અને ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો.હિરેન પ્રજાપતિની આગેવાનીમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરા: GMERSના તબીબોએ પડતરની માંગ સાથે આંદોલન શરૂ કર્યું
માંગણીઓ પર અમલ ન થતા ફરી વાર આંદોલન કર્યું
તબીબોનું કહેવું છે કે ગત સરકારમાં ગૃહમંત્રી સાથેની બેઠકમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી હતી, પરંતુ તેનો અમલ અધિકારીઓ થવા દેતા નથી જેથી ફરી એકવાર આંદોલન કરવું પડે છે. કોરોનાનો નવો સ્ટ્રેન (Corona's new strain) આવતા કેસો વધી રહ્યા છે, જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને અવ્યવસ્થા સર્જાશે તો તમામ જવાબદારી સરકારની રહેશે.
આ પણ વાંચો: ગોત્રી GMERS હોસ્પિટલ બિલ્ડીંગના કાંચનું એલિવેશન પલક ઝપકતા તૂટી પડ્યું