વડોદરાઃ વડોદરા શહેર દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર (Vadodara Fire Department) અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરના ગાંધીનગર ગૃહ સામે સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સની (Citadel Complex Seal) અંદર 66 જેટલી દુકાનો કાર્યરત હતી. જે કોમર્શિયલ બિલ્ડીંગના પાછલા એક વર્ષથી નોટિસો આપવામાં આવી હતી. અત્યાર સુધી તેમણે ફાયર પ્રોટેકશન સિસ્ટમ અગ્નિ નિવારણના ઉપાયો કર્યાં નથી. વારંવાર છેલ્લા 1 વર્ષથી નોટિસ આપવા છતાં પણ કોઈ ગંભીરતા તેમણે દાખવી ન હતી.જેથી સીલ (Fire Safety Ceiling in Vadodara) કરાયાં છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ફક્ત માર્ચ અને એપ્રિલ મહિનામાં જ આગની 169 ઘટનાઓ બની
વીજ જોડાણ કાપીને સીલ કરવામાં આવી
ગુજરાત સરકાર અને હાઇકોર્ટનો હુકમ છે તેથી વડોદરા શહેરના ચીફ ફાયર ઓફિસર (Vadodara Fire Department) પાર્થ બ્રહ્મભટ્ટની સૂચનાના આધારે આ બિલ્ડીંગને (Citadel Complex Seal) અત્યારે વીજ જોડાણ કાપીને સીલ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી બહુમાળી કોમર્શિયલ ઇમારતો જેણે ફાયર સેફ્ટીની એનોસી મેળવી જ નથી તેવી ઈમારતોના સંચાલકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અગાઉ સયાજીગંજ વિસ્તારમાં આવેલ પ્રોફિટ સેન્ટરને સીલ કર્યું હતું. જ્યારે સોમવારે સીતાડેલ કોમ્પ્લેક્સ ,નવરંગ કોમ્પ્લેક્સને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. સાથે જ શહેરમાં ફાયર સેફટી મામલે બેદરકારી દાખવનાર બીજા 6 કોમ્પ્લેક્સને પણ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે (Fire Safety Ceiling in Vadodara) તેમ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ Fire in Vadodara : મોટી કોરલ ગામના આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, જૂઓ વીડિયો
ફાયર સેફટીના નિયમોનો કડક અમલ
ગુજરાતમાં થોડા સમય પહેલા કોરોના હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિના જીવ ગયા છે. ત્યારબાદ આવી ઘટનાઓ રોકવા માટે હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ (Fire Safety Ceiling in Vadodara) અંગે રાજ્ય સરકારને સૂચના આપી હતી. તે આધારે દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો. જેથી વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ (Vadodara Fire Department) દ્વારા બિલ્ડીંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેનું ઓડિટ કરવામાં આવે છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટી ન હોય તેવી સંસ્થાઓને નોટીસ પણ આપવામાં આવે છે. પરંતુ શહેરમાં આવેલી અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટીસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહિ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ (Citadel Complex Seal) મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.