- આવનારા બજેટ પર આજના યુવા પેઢીની આશા-અપેક્ષા
- રોજગારી, શિક્ષણ સહિતનાં મુદ્દાઓને લઈને યુવાઓએ જણાવ્યા તેમનાં મત
- બિઝનેસ માટે ઓછા વ્યાજદરની લોન અને રિસર્ચ સેન્ટર ઉભા કરાય તેવી માંગ
વડોદરા: સરકાર દ્વારા આવનારા દિવસોમાં બજેટ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાનાં યુવાઓની બજેટને લઈને સરકાર પાસે શું આશા અપેક્ષાઓ છે તે જાણવા માટે Etv ભારત દ્વારા કેટલાક યુવાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.
શાળા અને કોલેજની ફી ઘટાડવી જોઈએ
આજનાં યુવાનોએ દેશનું ભવિષ્ય છે ત્યારે યુવાનોનું માનવું હતું કે, સરકાર દ્વારા રોજગારીઓ વધારવી જોઈએ. બેરોજગારીનાં કારણે આજનાં યુવાનો બેકાર થઈ ગયા છે અને બેકારીમાં યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે અને શિક્ષણ મોંઘુ થઈ જવાના કારણે આજની યુવાપેઢી ભણી શકતી નથી. શાળા અને કોલેજની ફી ઘટાડવી જોઈએ અને યુવાનો માટે ઓછા વ્યાજ દરની લોન બિઝનેસ કરવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત રિસર્ચ સેન્ટર ઉભા કરવા જોઈએ. જેના કારણે આગામી ભવિષ્યમાં આજની યુવાપેઢી વકીલ, ડોક્ટર, એન્જીનીયર તેમજ સાયન્ટિસ્ટ બની શકે.