વડોદરાઃ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વડોદરાના ખેડૂતોએ પણ હવે પ્રાકૃતિક ખેતી (Vadodara Farmers Organic Farming) અપનાવી છે. અહીં જિલ્લા વહીવટી તંત્રના અભિયાનમાં ખેડૂતોએ તાલીમ લીધા (Natural Farming Training) પછી પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે. સાથે જ ખરીફ મૌસમમાં જિલ્લાના 12,231 ખેડૂતોની 16,879 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિથી વાવેતર થયું છે.
75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા કલેક્ટરની સૂચના - રાજ્ય સરકાર પ્રોત્સાહિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને (Natural Agriculture System of State Govt) ખેડૂતોએ સ્વીકારી લીધી છે. આઝાદીના અમૃત મહોત્સવને (Celebrating the Amrit Mohotsav of Azadi) અનોખી રીતે ઉજવવા માટે કલેક્ટર અતુલ ગોરે નિયત કર્યું હતું અને તેમણે જિલ્લાના તમામ ગામો પૈકી 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આત્મા પ્રોજેક્ટના માધ્યમથી (Atma Project for Farmers) આ ખેડૂતોને તબક્કાવાર તાલીમ (Natural Farming Training) આપવામાં આવી અને હવે જેજે ખેડૂતોને તાલીમ મળી તે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (Natural Agriculture System of State Govt) અપનાવી રહ્યા છે.
આ પણ વાંચો- રાજ્યપાલે દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ કાફે તો...
પ્રાકૃતિક કૃષિકારો સાથે આંકડા - જિલ્લામાં પ્રાકૃતિક કૃષિકારો અને તેમની જમીનના આંકડા તાલુકાદીઠ જોઈએ તો વડોદરા તાલુકામાં 1,318 ખેડૂતોની 1,819 એકર જમીન, કરજણ તાલુકામાં 1,610 ખેડૂતોની 2,222 એકર જમીન, પાદરા તાલુકાના 1,668 ખેડૂતોની 2,302, શિનોર તાલુકામાં 1,140 ખેડૂતો અને 1,575 એકર, ડભોઇમાં 1,877 ખેડૂતો અને 2,590, સાવલીમાં 2,060 ખેડૂતોની 2,843 એકર જમીન, વાઘોડિયા તાલુકાના 1,707 ખેડૂતોની 2,356 એકર જમીન, ડેસર તાલુકામાં 851 ખેડૂતો અને 1,174 એકર જમીન મળી જિલ્લામાં 12,231 ખેડૂતોને 16,879 એકર જમીનમાં આરોગ્યદાયક પાક વાવવામાં આવ્યો છે.
ખેડૂતોએ વર્ણવ્યો અનુભવ - સાવલી તાલુકાના વાંકાનેર ગામના ધર્મેશ પટેલે પ્રાકૃતિક ખેતી (Vadodara Farmers Organic Farming) અપનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં નજરે દેખાય એવો સુધારો થયો છે. તેઓ કુલ 2.75 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી છે. તે પૈકી 4 વિઘાંમાં કેળ વાવી છે.
આ પણ વાંચો- Rushivan Natural Park: મહેસાણામાં ગરમીથી રાહત મેળવવા પર્યટકોનો પ્રાકૃતિક જગ્યાઓ પર ધસારો
ખર્ચમાં થયો ઘટાડો - કેળમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (Vadodara Farmers Organic Farming) અપનાવવાના કારણે ફેરફાર થયો તે અંગે તેમણે જણાવ્યું હતું કે, 4 વિઘાંની કેળ પાછળ પહેલા 2,00,000 રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હતો. આટલા રૂપિયા માત્ર રસાયણો અને જંતુનાશકો પાછળ જ ખર્ચ થતા હતા. તેની સામે આવક 5,00,000 રૂપિયા જેટલી થતી હતી. ને હવે તેની સામે પ્રાકૃતિક પદ્ધતિ (Natural Agriculture System of State Govt) અપનાવતા ખર્ચ માત્ર 65,000 થયો અને આવક થઈ 5,60,000 રૂપિયા અને વળી ઉત્પાદન સ્વાદમાં બેનમૂન સાબિત થયું છે.