- કોર્પોરેશને મકરપુરામાં 29 જેટલા દબાણો દૂર કર્યા
- અતિથિગૃહ ખાતે નિર્માણ માટે દબાણો દૂર કરવામાં આવ્યા
- સ્થાનિકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
વડોદરાઃ શહેરના મકરપુરા ખાતે અતિથિગૃહ બનાવવા માટે અગાઉ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરો લાલસિંહ ઠાકોર તથા પૂર્વ વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા સ્થાયી સમિતી તેમજ સામાન્ય સભાઓમાં રજૂઆત કરી હતી. જેના ઘણાં સમય બાદ હવે જ્યારે મકરપુરા ખાતે અતિથિગૃહ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે અહીં વહિવટી વોર્ડ નં.12માં સમાવેશ સરકારી જમીન પરના ગેરકાયદેસર કાચા-પાકા 29 જેટલા દબાણોને આજે 1 જૂનના રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણશાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા બન્ની વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો આદેશ
લોકોએ ખુશી વ્યક્ત કરી
આ દબાણોને દૂર કરતાં પહેલાં સરકારી દબાણો પરના રહેવાસીઓને કલાલી સહિત અનેક જગ્યાએ મકાનો ફાળવી આપ્યા હતા અને ત્યારબાદ મકાનો ખાલી કરવા નોટિસ પાઠવી હતી. આજરોજ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેને લઇને આજે 1 જૂનને મંગળવારે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા તેમજ રહેવાસીઓને અન્ય સ્થળે મકાનો ફાળવવામાં આવતા સ્થાનિકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આજે 1 જૂનને મંગળવાપે આ દબાણોને દૂર કરવાની કામગીરી વેળાએ મકરપુરા પોલીસ, વડોદરા મહાનગરપાલિકાના દબાણશાખાના અધિકારીઓ તથા પૂર્વ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં પાલિકા અને પોલીસે સાથે મળીને દબાણ હટાવાયું