- વડોદરામાં એમએસયુ અને બીસીએ વચ્ચે વિવાદ
- સભ્યપદ મુદ્દે યુનિવર્સિટી અને બરોડા ક્રિકેટ એસો.વચ્ચે વિવાદ
- મયંક પટેલનું સભ્યપદ બીસીએએ નથી સ્વીકાર્યું
- એમ.એસ.યુનિ.નાં વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતર્યા
વડોદરાઃ વારંવાર વિવાદમાં રહેતી બરોડા ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં આવી છે. બરોડા ક્રિકેટ એસોસિએશનમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક પ્રતિનિધિની નિયુક્તિ થતી હોય છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવેલા પ્રતિનિધિના સમાવેશ માટેે બરોડા ક્રિકેટ એસોસિએશને ના પાડી હોવાથી વિવાદ છંછેડાયો છે.
યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે નિયુક્ત ન થતા વિવાદ
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પચાસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સાથે યુનિવર્સિટીની સ્થાપના સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. આથી ગાયકવાડી સમયથી વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસમાં બરોડા ક્રિકેટ એસોસિએશન મેદાને આવ્યુ છે ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક પ્રતિનિધિની બરોડા ક્રિકેટ એસોસિએશનમાં નિયુક્તિ થતી હોય છે. પરંતુ આ વખતે યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે મયંક પટેલનું નામ મોકલ્યા બાદ તેનું નામ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે નિયુક્તિ ન થતાં વિવાદ સર્જાયો છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરીએ નોંધાવ્યો વિરોધ
આ વિવાદને લઈને શનિવારે યુનિવર્સિટી ખાતેના બરોડા ક્રિકેટ એસોસિએશન આપવામાં આવેલા ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થી નેતાઓ સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યુ છે કે, ગ્રાઉન્ડ પર જ્યાં બરોડા ક્રિકેટ એસોસિએશન લખાણ લખવામાં આવ્યું છે. મયંક પટેલનું નામ નિયુક્તિ ન થવાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવ્યું છે.