વડોદરા: જિલ્લાના ડભોઈ ખાતે 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે જિલ્લાના કલેક્ટર, SP, ડભોઇના ધારાસભ્ય તથા છોટાઉદેપુર અને નર્મદાના સાંસદ પણ હાજર રહ્યા હતા.
ધ્વજવંદન બાદ નીતિન પટેલે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન જીલ્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન સમક્ષ વિવિધ યોજનાઓના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 'બેટી બચાઓ બેટી પઢાઓ', 'ટ્રાફિક જાગૃતિ', 'સ્વચ્છ ભારત અભિયાન', '108 એમ્બ્યુલન્સ', 'ખેડૂતો માટેની યોજના', અને પશુપાલકો માટેની યોજનાના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.