વડોદરા: સમાં ગામ તળાવ પાસે ઈન્દિરા આવસના 400 મકાનો તોડી ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે ભારતનો ઝંડો ફરકાવવા સ્પોર્ટ બનાવમાં આવ્યું હતું. સાથે જ અહીં સ્થાનિકો માટે બાગ બગીચાનું પણ આયોજન કરવામાં આવવાનું હતું. જોકે, છેલ્લા કેટલાય સમયથી અહીં ન તો ઝંડો ફરકે છે, કે ના તો બાગ બગીચો બનાવામાં આવ્યો છે. જેને લઈને સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ પણ કરાયો છે.
આ અંગે સામાજિક કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો 15 દિવસમાં અહીં સાફ-સફાઈ નહીં કરવામાં આવે તો ઈન્દિરા નગરમાં રહેતા જૂના રહેવાસીઓને લઈને રહેવા આવી જશે અને સમગ્ર ઘટનાની જવાબદારી કોર્પોરેશનની રહેશે.