- ધારાસભ્યના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ
- સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સાવલી અને ડેસરની બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ
- ધારાસભ્યએ જાતે ડ્રાઇવિંગ કરી એમ્બ્યુલન્સ ચલાવી લોકાર્પણ કર્યું
વડોદરા: રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળ વખતે રાજ્યભરમાં એમ્બ્યુલન્સની અછત ઉભી થઈ હતી, ત્યારે રાજ્યના ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં જરૂરીયાત પ્રમાણે એમ્બ્યુલન્સની સુવિધા કરવા આદેશ કરાયો હતો. તે અનુસંધાને વડોદરા જિલ્લાના 135, વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ પોતાના મત વિસ્તારના ત્રણ સરકારી દવાખાના સાવલી, ડેસર અને શાકરદાને રૂપિયા 11 લાખ ઉપરાંતની કિંમતની એક એવી ત્રણ આધુનિક સુવિધાઓવાળી એમ્બ્યુલન્સ ફાળવી હતી. તે પૈકી બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ (Dedication of ambulance) સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યના હસ્તે કરાયું હતું.
આ પણ વાંચો: વલસાડમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ
રૂપિયા 11 લાખની કિંમતની એક એવી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવી
જનસુખાકારી અને આરોગ્યસેવા માટે ઉપયોગી એમ્બ્યુલન્સને ધારાસભ્ય કેતન ઇનામદારે જાતે ચલાવી લોકાર્પણ કર્યું હતું અને જનઆરોગ્ય અને શિક્ષણની સતત ચિંતા કરતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાવલી ડેસર મેડિકલ ઓફિસર સ્ટાફ સહિત જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તીલાવત અને સાવલી નગર અને ડેસર-સાવલી તાલુકાના ભાજપા કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો: સાવલી ખાતે 108 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું