- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કમિટિની સ્થાપના
- સાત સભ્યોની આ કમિટીમાં સમાવેશ કરવામાં આવી છે
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા નું નેતૃત્વમાં આ કમિટીની રચના
વડોદરા : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો શંખ વગાડીને તારીખ નક્કી થઈ ગઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ શહેર કોંગ્રેસ દ્વારા આવનારી ચૂંટણીના રણભૂમિમાં વિખરાઇ અથવા પક્ષપલટો ન થાય તે માટે ડેમેજ કંટ્રોલ કમિટી બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા નેતૃત્વમાં આ સમિતિની રચના કરવામાં આવી છે .જેમાં 7 સભ્યોનાં નામો સમાવેશ કરવામાં આવ્યા છે.
સ્ટ્રેટેજી કમિટીની જવાબદારી સત્યજીત ગાયકવાડને
આ સમિતિમાં પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત,પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોશી,પૂર્વ કોર્પોરેટર ફરીદ કટપીસવાળા અને કિરણ રાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સિવાય રિસોર્સ મેનેજમેન્ટ કમિટીમાં પૂર્વ મેયર રણજીત ચવાણ,પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલ,રમેશ પટેલ અને યુનુસ ખાન પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે સ્ટ્રેટેજી કમિટીની જવાબદારી સત્યજીત ગાયકવાડને આપવામાં આવી છે.
બીજેપી માંથી પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયા
2015ના પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 થી ભરત ડાંગર બીજેપીના સીટમાં ચૂંટણી લડયા હતા અને અને સીટ બિનહરીફ થઈ હતી. વિના કોઇ એક વોટ લીધા વગર તેવો જીત્યા હતા. ત્યારે પ્રફુલગીરી ગોસ્વામી બીજેપી માંથી પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયા હતા તે વખતે કોંગ્રેસ શહેર પ્રમુખ અનુજ પટેલ હતા. તેઓ ભરત ડાંગર સામે ઉમેદવારી કરી હતી. જોકે છેલ્લા સમયે પ્રફુલગિરી ગોસ્વામીએ કોંગ્રેસના ફોર્મ પાછું ખેંચી લીધું ભરત ડાંગર બિનહરીફાઈ થાય હતા.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખનું કેવું છે અમે બીજેપીની તોડ જોડ ની નીતિમાં માનતા નહીં અમારા કોંગ્રેસના કાર્યકર્તા ઉપર મારુ પૂર્ણ વિશ્વાસ છે કે તે અન્ય પાર્ટીમાં છે. ગુલામી નહિ કરશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ એક આઝાદ જવાન તરીકે આ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી થી જીતાડશે.