વડોદરાઃ કચ્છના રાપરના વકીલ દેવજી મહેશ્વરીની હત્યા અને યુપીના હાથરસમાં યુવતી સાથે થયેલા ગેંગરેપની ઘટનાનેે ડભોઈ સ્વયં સૈનિક દળે વખોડી કાઢી હતી. બંન્ને કેસના આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માગ સાથે ડભોઈ સ્વયં સૈનિક દળે ડભોઈ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
મામલતદાર કચેરી ખાતે આર. આર. રાઠવાને આવેદનપત્ર આપતી વખતે તેમણે માગ કરી હતી કે, આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ બંન્ને કેસના સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવામાં આવે. આ પ્રસંગે લક્ષ્મણ વણકર, અશોકભાઈ નરેશભાઈ, સુરેશભાઈ, નિલેષ આંબેડકર સહિત મોટી સંખ્યામાં સ્વયંમ સૈનિક દળના અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.