- ઓનલાઈન છેતરપિંડી કરનારા ચેતી જજો
- વડોદરા ફ્લિપકાર્ટ કંપનીના માલની ગાડી ગુમ થવાનો મામલો
- LCB પોલીસે કુશલ શાહ અને પંકજ ખટિકની કરી ધરપકડ
- કરજણ પાસેની હોટલ પર બિનવારસી ટ્રક મળી આવી હતી
- સુરતના પલસાણા નજીકના ગોડાઉનમાં માલ હેરફેર કરવામા આવ્યો હતો
- શિવલાલ અને કુશલ શિવલાલ પિતા-પૂત્ર કરતા હતા સામાનની ચોરી
- શિવલાલ શાહ વિરૂધ અન્ય ગુનાઓ પણ દાખલ થયેલા છે
- સામાન અમદાવાદ ટ્રાન્સફર કરી પંકજ ખટિકને મોકલવામા આવ્યો હતો
વડોદરાઃ ઓનલાઈન ખરીદીના અનેક ગેરફાયદા છે. કેટલીક વાર ઓનલાઈન ખરીદીમાં ઓફરના કારણે લોકો લલચાઈ જાય છે અને છેતરપિંડીનો સામનો કરે છે. આ જ રીતે શહેરમાં ઓનલાઈન વેચાણ કરતી ફ્લિપકાર્ટ કંપની દ્વારા 1.71 કરોડ રૂપિયાનો સામાન સગેવગે કરી છેતરપિંડી કરાયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જોકે, પોલીસે કેસની તપાસ કરતા 2 આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- Cyber Crime: અમદાવાદમાં સોશિયલ મીડિયા થકી છેતરપિંડી કરનારી બંટી-બબલીની જોડી ઝડપાઇ
જિલ્લા પોલીસ અધિક્ષકે આપી સમગ્ર માહિતી
તો વડોદરાના જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઈએ આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, 6 ઓગસ્ટે વેચાણ કરતી એક કંપનીએ ફરિયાદ નોંધાવી હતી કે, કંપનીનો ઈલેક્ટ્રિકલ અને અન્ય સામાન જેની કિંમત 1.71 કરોડ રૂપિયા જેટલી થાય છે. એ વલણ ગામમાં આવેલા ગુડલક હોટલ પાસેથી ટ્રાન્સપોર્ટના ટ્રક ડ્રાઈવર દ્વારા નિયત સ્થળ પર ન પહોંચાડી આ સામાનની ઉચાપત થઈ હોવાનો ઉલ્લેખ થયો હતો.
આ પણ વાંચો- CYBER CRIME: અમદાવાદમાં ચાઇનીઝ એપ્લિકેશન થકી થતા 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ
પોલીસે ગોડાઉનમાંથી 1.56 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
વડોદરાના જિલ્લા પોલીસ દ્વારા આ ફરિયાદમાં તપાસ કરતા આ મુદ્દામાલ સુરત પાસે પલસાણા ગામના એક ગોડાઉનમાં હોવાની જાણ થઈ હતી, જ્યાં તપાસ કરતા ત્યાંથી કુશલ શાહ નામના વ્યક્તિ સહિત કુલ 1.56 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો. તપાસમાં કુશલ શાહના પિતા શિવલાલ શાહ અને અમદાવાદના વેપારી પંકજ ખટિકનું નામ ખૂલ્યું હતું. આથી પોલીસે કુશલ શાહ અને પંકજ ખટીકની ધરપકડ કરી હતી. જ્યારે ગુનામાં સામેલ શિવલાલ શાહ, ટ્રક ડ્રાઈવર રમેશ પટેલ અને ક્લિનર સલમાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.