ETV Bharat / city

બે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ

જન્માષ્ટમીના પાવન પર્વની ઊજવણીની તૈયારીઓ સંસ્કારીનગરી વડોદરામાં પૂરજોશમાં જોવા મળી રહી છે. વડોદરાના બજારમાં ભગવાનના વાઘા મટકી ડેકોરેશન વગેરેની ધૂમ ખરીદી નીકળી છે. Janmashtami 2022 Vadodara Janmashtami 2022 Krishna Janmashtami Gifts and Puja Items Krishna Janmotsav In Vadodara

બે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ
બે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ
author img

By

Published : Aug 18, 2022, 7:58 PM IST

વડોદરા વડોદરા ઉત્સવપ્રિય નગરી પણ છે જ્યાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવણી થતી જોવા મળે છે. તોં નટખટ નંદલાલા કૃષ્ણના જન્મોત્સવની તિથિ શ્રાવણ વદ આઠમની જન્માષ્ટમી ઉજવણી માટે પણ શહેરીજનોમાં ઉમંગ છે. શહેરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ કૃષ્ણ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

વડોદરાના બજારમાં ભગવાનના વાઘા મટકી ડેકોરેશન વગેરેની ધૂમ ખરીદી નીકળી

જન્માષ્ટમી પર્વને લઈ બજારમાં ઉમટી ભીડ વડોદરા શહેરમાં તમામ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવતી કાલે વિવિધ પરિવારો દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે શ્રીકૃષ્ણ ભક્તોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લાલજીને પારણામાં ઝુલાવવા માટે લાલજીના વાઘા શૃંગાર સહિતની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ ઉમટી પડી છે.

આ પણ વાંચો Janmashtami 2022 દ્વારકામાં ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો દર્શનના સમય જાણો

મોટા પાયે ઉજવણી બે વર્ષની કોરોના મહામારી બાદ આવેલી આ જન્માષ્ટમીને લઇને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. શહેરમાં મંદિરો સહિત હજારો સ્થળો ઉપર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. મંદિરોમાં પણ સાજસજાવટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ

લાલજીને અનેક શૃંગાર દ્વારા સજાવવામાં આવશે આવતી કાલે જન્માષ્ટમીના પવન પર્વે વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેને લઈ આજે શહેરના બજારમાં ભગવાન શ્રીકૃષ્ણને પારણે ઝુલાવવા માટે નાની મોટી લાલજીની મૂર્તિ, વિવિધ પ્રકારના શૃંગાર, વિવિધ પેટર્નમાં પારણાં ,સિંહાસન સાથે અનેક ડેકોરેશનની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી ચાલી રહી છે. Janmashtami 2022 Vadodara Janmashtami 2022 Krishna Janmashtami Gifts and Puja Items Krishna Janmotsav In Vadodara

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.