- વડોદરામાં લોકડાઉન થવાની ચર્ચાએ જોર પકડ્યું
- વડોદરા જિલ્લામાં લોકડાઉન થવાની ભીતિથી બજારોમાં ભીડ
- જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા લોકો બજારોમાં ઉમટ્યા
વડોદરા: અમદાવાદમાં કોરોનાં વિસ્ફોટ બાદ વડોદરા શહેર અને જિલ્લામાં ફરીથી કોરોના ધીમી ગતિએ માથું ઊંચકી રહ્યો છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં ફરીથી લોકડાઉન લાગુ થવાની વાત વહેતી થતાં હજારોની સંખ્યામાં જનમેદની જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડી હતી.
શાકભાજી બજારમાં ખરીદી કરવા ઉમટી ભીડ
વડોદરા શહેરના સૌથી મોટા સબ્જી માર્કેટ ખંડેરાવ માર્કેટમાં હજારોની જનમેદની શાકભાજીની ખરીદી કરવા ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા ઊડી રહ્યા છે. તો કેટલાક લોકો તો જાણે કોરોના જેવું કંઈ હોય જ નહીં તેમ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્ટ રાખવાનું ભૂલી ખરીદી કરવામાં મસ્ત બન્યા છે.
સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા
વડોદરા શહેરમાં ફરીથી લોકડાઉન લાગુ થવાની દહેશતથી મોટી સંખ્યામાં લોકો સબ્જીમંડીમાં ખરીદી કરવા ઉમટી પડયા છે. મોટા પ્રમાણમાં શાકભાજીની ખરીદી કરી સંગ્રહ કરી રહ્યા છે. લોકડાઉન થવાની દહેશતથી અચાનક જ સબ્જીમંડીમાં હજારોની જનમેદની ખરીદી કરવા ઊમટી પડતા સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા ઉડાડતા વેપારીઓ પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સલાહ આપી કોવીડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ કરી રહ્યા છે.