- પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધી પત્રકાર પરિષદ
- ભાજપને આ વખતે વધુ બેઠક મળશે: સી.આર. પાટીલ
- સી.આર. પાટીલે હલ્દી કંકુના કાર્યક્રમમાં ભાગ લીધો
વડોદરા: ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીના પ્રચાર અર્થે વડોદરા આવ્યા હતા. જ્યાં સી.આર.પાટીલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરામાં 25 વર્ષથી ભાજપનું શાસન છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથક માટે સાંસદ રંજનબેન ભટ્ટે પ્રયત્ન કર્યા છે. વડાપ્રધાને પણ રંજનબેન ભટ્ટની માંગ પુરી કરી છે. ગેડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધી ૨૨૫ કરોડ રાજય સરકારે ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા છે. નરેન્દ્ર મોદી પહેલીવાર લોકસભા વડોદરાની બહુમતીથી જીત્યા હતા. ભાજપને ગયા વખત કરતાં આ વખતે વધુ બેઠક મળશે અને કોંગ્રેસ ડબલ ફિગર પર નહીં પહોંચે.
ભાજપે વિકાસનો માસ્ટર પ્લાન કર્યો તૈયાર: સી.આર. પાટીલ
પાંચ વર્ષમાં માત્ર ભાજપે વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે આ વખતે 76 બેઠકનું લક્ષ્યાંક રાખ્યું છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોનું અને વેપારીઓનું અપમાન કર્યું છે. 25 વર્ષથી ભાજપના શાસનમાં પાણી માટે મુખ્યપ્રધાને યોગ્ય પ્લાન બનાવ્યો છે. ભાજપ સરકારે રામમંદિરનો મેનિફેસ્ટો પૂર્ણ કર્યો છે. રામ મંદિર એ દેશનો મામલો છે. કોંગ્રેસ વખતે બે કોમો વૈમનસ્ય ફેલાવતા હતા. 1600 કરોડના સહયોગથી રામમંદિર માટે લોકોએ ફાળો આપ્યો છે. કોંગ્રેસ એ ગરીબી ન હતી પણ કોંગ્રેસની ગરીબી હતી. કોંગ્રેસ વખતે 85 ટકાનું કૌભાંડ ચાલતું હતું. કોરોનામાં રસી મામલે કોંગ્રેસ વૈજ્ઞાનિકોએ પણ શંકા વ્યક્ત કરી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારનું નિયંત્રણ નથી.
ભાજપના કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9માં શ્રી સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી હતી. ભાજપના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ રાજેશ આયરના ધર્મ પત્નીએ હાર્દિક કંકુ સી.આર.પાટીલને કર્યું હતું.