- બ્રિટનના વધુ એક શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં દાખલ કરાયો
- વડોદરામાં વધુ એક કોરોના સ્ટ્રેનનો શંકાસ્પદ દર્દી દાખલ
- દર્દીની સ્થિતિમાં 2થી 3 દિવસમાં સુધારતા રજા અપાશે
- બ્રિટનના દર્દી માટે ખાસ વોર્ડમાં 16 કર્મચારીઓ ફરજ પર તહેનાત
વડોદરાઃ વડોદરામાં વધુ એક દર્દીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણ દેખાતા યુવકને ગોત્રિ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. એક દિવસ અગાઉ શહેરના રાવપુરા વિસ્તારમાં બ્રિટેનથી આવેલા યુવાનનો સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ અગાઉ ગોત્રિ હોસ્પિટલના કોરોના પોઝિટિવ દાખલ થયો હતો. જોકે, આ યુવક મિત્રોના સંપર્કમાં હતો. યુવકમાં પણ ખાસ તેના લક્ષણો જણાતાં તેને સેમ્પલને પણ જૂની વાયરોલોજી લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.
દર્દીની સ્થિતિમાં 2થી 3 દિવસમાં સુધારતા રજા અપાશે
રાવપુરા વિસ્તારમાં રહેતા યુવકને કોરોના સ્ટ્રેન થયો છે, જેનો પ્રથમ કિસ્સો સોમવારે મોડી રાત્રે શહેરમાં નોંધાયો છે અને 32 વર્ષીય યુવકને કોવિડ હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યો છે. યુવકને એક-બે દિવસમાં સારું થઈ જશે. યુવકનો આર્ટિફિશિયલ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એમ નોડલ ઓફિસર ડો શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
બ્રિટનના દર્દી માટે ખાસ વોર્ડ માં 16 કર્મચારીઓ ફરજ પર તહેનાત
કોરોનાને યુકે સ્ટ્રેનનો એક દર્દી વડોદરા ગોત્રિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. દર્દી માટે રાઉન્ડ ધ ક્લોક રોકાયો રહે છે. ત્રણ તબીબ નવ નર્સિંગ સ્ટાફ વોર્ડ બોય અને ત્રણ સફાઈ કર્મચારીઓ રાખવા પડે છે.