- વડોદરામાં કોરોનાનાં કેસોમાં ચિંતાજનક વધારો
- 24 કલાકમાં 23 લોકો SSG હોસ્પિટલમાં દાખલ થયાં
- SSG માં દાખલ કુલ દર્દીઓનાં 20 ટકા દર્દીઓ વધ્યા
વડોદરા: કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા સતત વધી રહ્યા છે. જેને લઈને તંત્ર પણ હવે એક્શનમાં આવી ગયું છે. વડોદરા શહેરમાં નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. તેમજ યુદ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડોદરાનાં નવનિયુક્ત મેયરના માતાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો
અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કોરોના ટેસ્ટ માટે ધસારો
વડોદરા શહેરમાં કોરોનાના વધતાં વ્યાપને કારણે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાતા હવે તંત્ર સતર્ક મોડ પર આવ્યું છે. વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવે જણાવ્યું હતુ કે, વડોદરા શહેરમાં નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. જે સતત કાર્યરત રહીને લોકોને નિયમોનું પાલન કરાવે છે, પરંતુ બીજી બાજુ ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ વોર્ડમાં પણ કેસોનો સતત વધારો નોંધાતા સત્તાધીશો ચિંતામાં મુકાયા છે. સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતુ કે, છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓ કોરોના વોર્ડમાં દાખલ થતાં હવે કુલ 115 દર્દી તેમજ અન્ય 3 શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલુ છે. કોરોનાનો ટેસ્ટ કરાવા માટે પણ મોટી સંખ્યામાં લોકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં કોરોના વેક્સિનનું આગમન